ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગોંડલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના ગોંડલના ગુંદાળા રોડ ઉપર બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અહીં રોડ પર એક ઓટો ચાલકે બાઈકને ટક્કર લગાવી હતી અને ત્યારબાદ ઓટો પલટી ખાઈ ગઈ હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
આ ભયંકર અકસ્માતની ઘટનામાં સાત મહિનાના બાળકનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગોંડલના ગુંદાળા રોડ ઉપર ડેકોરેટ સીટી પાસે પુરપાડ ઝડપે જતી એક ઓટો રીક્ષા ચાલકે આગળ જતી બાઇકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. બાઈક ને ટક્કર લગાવ્યા બાદ ઓટો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ઓટો પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં ઓટોમાં સવાર દાહોદ પથકના મજૂર પરિવારના સાત મહિનાના માસુમ બાળકનું મોત થયું હતું. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલા સાત મહિનાના બાળકનું નામ નિતીન દશરથભાઈ ડામોર હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઓટો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને ફરાર થયેલા રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment