દેશભરમાં દરરોજ ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે બહેનનો જીવ લઈ લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નના અઢી વર્ષ બાદ દહેજ માટે સાસરીયાઓએ બંને બહેનોનો જીવ લઈ લીધો છે. બંનેનો જીવ લઈને બંનેના ગુપ્ત રીતે સાસરિયાંઓ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી રહ્યા હતા.
ત્યાં સુધીમાં તો પિયર પક્ષને આ વાતના સમાચાર મળી ગયા હતા. ત્યાર પછી તો પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો સાસરીયા ના તમામ લોકો ઘરેથી ભાગી ગયા હતા. આ ઘટના શનિવારના રોજ બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહે છે. આ ઘટનામાં 22 વર્ષની વંદના અને 20 વર્ષની અંજના નામની બહેનનો જીવ લઈ લેવામાં આવ્યો છે. બંનેના લગ્ન એક ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. બંને દીકરીઓના લગ્ન વખતે દીકરીઓના પિતાએ લગભગ 2.5 લાખ રૂપિયા રોકડા, મોટરસાયકલ અને ઘરેણા આપ્યા હતા.
અને તેમને ખૂબ જ સારા લગ્ન કર્યા હતા. ત્યારબાદ લગ્નના થોડાક દિવસો બાદ સાસુ-સસરા અને પતિ સહિત સાસરીયા પક્ષના અન્ય લોકો બંને બહેન અને કાર અને દહેજ તરીકે 11 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતા હતા. સાસરિયાંઓથી પરેશાન થઈને બંને બહેને પોતાના પિયરમાં આવી ગઈ હતી. બંને બહેનો જાન્યુઆરી મહિનાથી 7 સપ્ટેમ્બર સુધી પોતાના સાસરીયામાં હતી.
ત્યારબાદ પરિવારના સભ્યોએ બંને બહેનોને સમજાવી હતી અને બંનેને સાસરિયામાં મોકલી દીધી હતી. પરંતુ ફરી એક વખત સાસરિયાંઓએ બંનેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે શનિવારના રોજ પિયર પક્ષના લોકોને ખબર પડી કે બંને બહેનોનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને બંને બહેનોની ગુપ્ત રીતે અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.
ત્યાર પછી તો પિયર પક્ષના ઘણા લોકો પોતાની દીકરીના ઘરે જવા માટે રવાના થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો સાસરિયાઓના તમામ લોકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને બોલે છે એક વ્યક્તિની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment