સુરતમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના…! પ્રેમી ધારદાર વસ્તુ લઈને પ્રેમિકાના ઘરમાં ઘૂસી ગયો, પછી તો કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

સુરત શહેરમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમી દ્વારા જાહેરમાં પોતાની પ્રેમિકા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. પોતાની પ્રેમિકાનો જીવ લીધા બાદ આરોપી પ્રેમી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર સચિનના તલંગપુર વિસ્તારમાં આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં 20 વર્ષની નીલુ ગુલાબશંકર વિશ્વકર્મા નામની યુવતી પોતાના પરિવાર સાથે રહેતી હતી.

નીલુ તેના પડોશમાં રહેતા 20 વર્ષના શૈલેષ વિશ્વકર્મા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. બંને એક જ ગામના વતનીયતા અને છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. શૈલેષ નીલુ સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પરંતુ નીલુ અન્ય યુવક સાથે લગ્ન કરવાની વાત કરે છે જેના કારણે શૈલેષ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો.

ત્યારે આજરોજ નીલુ સોસાયટીમાં ઘરની બહાર ઉભી હતી, ત્યારે શૈલેષ તેના ઘરમાં ઘૂસી ગયો હતો. પછી શૈલેષ અચાનક જ ધારદાર વસ્તુ વડે નીલુ ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો. ધારદાર વસ્તુ વડે નીલુનો જીવ લઈને શૈલેષ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સાંઈ દર્શન સોસાયટીમાં બની હતી.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી શૈલેષ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટના બનતા જનીનોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*