હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 12 ગુજરાતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં 7 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના રાજસ્થાનના ભરતપુર માં બની હતી. ગુજરાતના ભાવનગરથી મથુરા બસ જતી હતી.
આ દરમિયાન રાજસ્થાનના ભરતપુરમાં અચાનક જ બસની ડીઝલની પાઇપ ફાટી ગઈ હતી. ત્યારબાદ બસમાં સવાર મુસાફરો બસમાંથી નીચે ઉતારતા હતા. આ દરમિયાન એક ઝડપી ટ્રક ચાલકે મુસાફરોને કચડી નાખ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં બહાર લોકોના મોત થયા હતા અને બહારથી વધુ લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે.
તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હજુ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે બસમાં 57 થી પણ વધારે લોકો સવાર હતા.
આ અકસ્માતની ઘટના આગરા જયપુર નેશનલ હાઈવે 21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો ભાવનગરના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના ભાવનગર થી મથુરા બસ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં અચાનક જ બસની ડીઝલ પાઇપ ફાટી ગઈ હતી. જેના કારણે બસના ડ્રાઇવર સાથે 10 થી 12 મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. ત્યારબાદ બસની ડીઝલ પાઇપ રીપેર કર્યા બાદ ડ્રાઇવર ડીઝલ લેવા માટે ગયું હતું.
આ દરમિયાન એક જ ઝડપી ટ્રકે બસને જોરદાર ટક્કર લગાવી હતી અને બસની નજીક ઉભેલા કેટલાક મુસાફરો અને કચડી નાખી હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સ ને કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રોડ ઉપર ચારેય બાજુ મૃતદેહ જ પડ્યા હતા.
હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનાની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનામાં અંતુભાઇ લાલજીભાઈ ગયાણી, નંદરામભાઈ મથુરભાઈ ગયાણી, લલ્લુભાઈ દયાભાઈ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મંજુભાઈ, અંબાબેન ઝીણાભાઈ, કંબુ બેન પોપટભાઈ, રામુબેન ઉદાભાઈ, મધુબેન અરવિંદભાઈ, અંજુબેન થાપા ભાઈ અને મધુબેન લાલજીભાઈનું ઘટનામાં મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment