હાલમાં તો હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના અનેક કિસ્સાઓ વધી ગયા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આ ઘટના આફ્રિકામાંથી સામે આવી રહી છે. આફ્રિકામાં ગુજરાતના ભરૂચના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામના વતનીનું આફ્રિકામાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
મૃત્યુ પામેલો યુવક એક સુપર સ્ટોરમાં ગયો હતો. આ દરમિયાન અચાનક જ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ત્યાં હાજર લોકોની નજર સામે સ્ટોરમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર યુવક રોજીરોટી કમાવવા માટે આફ્રિકા ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ ઈકબાલ હાદેજી છે. મળતી માહિતી અનુસાર ઇકબાલ એક સુપર સ્ટોરમાં ગયો હતો. અહીં તે વસ્તુઓની ખરીદી કરતો હતો ત્યારે અચાનક કરે તેની તબિયત બગડી ગઈ હતી અને તેને હાર્ટ એટેક આવ્યો હતો.
આફ્રિકામાં સ્ટોરમાં કામ કરતા ભરૂચના યુવકનું હાર્ટ એટેકથી મોત#Gujarati #bharuch #NRG pic.twitter.com/fVUYEi0hnd
— Gujarat Tak (@GujaratTak) September 11, 2023
હાર્ટ એટેક આવ્યા બાદ તે સુપર સ્ટોરમાં ઢળી પડ્યો હતો. પછી ત્યાં હાજર લોકો તાત્કાલિક યુવકની મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો યુવકનું મોત થઈ ગયું હતું. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઇકબાલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment