મોરબીમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે બાઈક પર પંચર કરાવવા જતા પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકોને ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા.
આ ઘટનામાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 19 વર્ષનો સુનિલ પરસાડીયા, 14 વર્ષનો નયન રાજેશભાઈ લાંબડીયા અને 15 વર્ષનો કરણ લાંબડીયા નામના ત્રણ લોકો બાઈકમાં પંચર કરાવવા માટે જતા હતા.
આ દરમિયાન એક ટ્રક ચાલકે ત્રણેય કચડી નાખ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં સુનિલ અને નયન બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર મળે તે પહેલા તો બંનેનું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કરણ ને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
તહેવારના સમયમાં સગીર સહિત બે લોકોના મોત થતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment