આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. આજકાલ ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, રખડતા ઢોરોને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક ગાયએ વૃદ્ધને ઢસડિયા જેના કારણે વૃદ્ધનું મૃત્યુ થયું છે.
વિગતવાર જાણીએ તો પંજાબના મોહાલિમાં એક ગાય એક વૃદ્ધને 100 મીટર સુધી ઢસડી ગઈ હતી. વૃદ્ધ દોરડા વડે ગાયને ખેતરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
Elderly man dies after stray cow drags him for about 100 meters, collides with several vehicles in Punjab’s Mohali.
The deceased was identified as 83-year-old Saroop Singh.#Punjab #Mohali pic.twitter.com/kCuRcpDAMM
— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2023
આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી આ ઘટનાનો વિડીયો જોઈને તમારું હૃદય દ્રવી ઉઠશે. આ દુર્ઘટનામાં મોહાલીના જીરકકપુરના ગાઝીપુર સૈનિયા ગામમાં થયો હતો, આજે ગામના રહેવાસી સ્વરૂપ સિંહ ના ખેતરમાં ગાય ઘૂસી ગઈ હતી. સવારે સ્વરૂપસિંહે ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, અનેક પ્રયાસો બાદ પણ ગાય ખેતરમાંથી બહાર નીકળી નહીં.
ત્યારબાદ સ્વરૂપસિંહ દોરડા વડે ગાયને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાય ગળામાં રહેલા દોરડા નો બીજો છેડો સ્વરૂપ સિંહના હાથમાં ફસાઈ ગયો હતો. જે બાદ ગાય દોડી અને સ્વરૂપ સિંહને ગામની શેરીઓમાં ઢસડીને લઈ ગઈ હતી. આ ઘટનાને નજરે જોનારનું કહેવું છે કે ગાય વૃદ્ધ સ્વરૂપસિંહ ને 100 મીટર સુધી ઢસડી ગઈ હતી.
આ દરમિયાન રસ્તામાં સ્વરૂપ સિંહનું માથું પથ્થરો, વાહનો અને થાંભલા સાથે અથડાયું હતું જેના કારણે તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના જોઈ લોકો ગાયની પાછળ દોડી ગયા હતા, સ્વરૂપસિંહ ને ગાયના ચુંગલમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. સ્વરૂપસિંહ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment