અરે બાપ રે બાપ…! ફુગ્ગા સાથે રમી રહેલા બાળક સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… હિમ્મત હોય તો જ વીડિયો જોજો….

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. જો તમે પણ પોતાના બાળકોને ગેસ વાળો ફુગ્ગો ખરીદી આપો છો તો સાવધાન થઈ જજો.

ગેસવાળા ફુગ્ગા ના કારણે બનેલી એક ભયંકર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હીલિયમ ગેસવાળા ફુગ્ગાથી એક બાળક રમી રહ્યો છે. પરંતુ અચાનક જ તેની સાથે કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમને એક મહિલા અને એક બાળક નજરે પડી રહ્યા છે. બંને એક રૂમમાં બેઠેલા છે. બાળકના હાથમાં હીલિયમ ગેસથી ભરેલો એક ફુગ્ગો જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યાં નજીકમાં બેઠેલી બાળકની માતા હેર ડ્રાયરથી કાંઈક વસ્તુ સોકાવતી નજરે પડી રહી છે. આ દરમિયાન બાળક ફુગા સાથે રમતા રમતા પોતાની માતા પાસે પહોંચે છે.

ત્યારે અચાનક જ બાળક પોતાના હાથમાં રહેલો ફુગ્ગો માતા પર ફેંકે છે. હીલિયમ ગેસથી ભરેલો આ ગરમ થયેલા હેર ડ્રાયર સાથે અથડાય છે જેના કારણે ફુગ્ગો ફાટે છે અને ભયંકર આગ લાગે છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટના બન્યા બાદ બાળક અને તેની માતા સાથે શું બન્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર otilocanuto નામના આઈડી પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો તો ખૂબ જ ડરી ગયા છે અને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*