આબુરોડ પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… દાદી-પૌત્રી સહિત 3 લોકોના કરુણ મોત… વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માત આટલો ગંભીર હતો કે ટક્કર થયા બાદ ટ્રક રોડની બાજુના ખાડામાં પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બપોરના સમયે 12:00 વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સિહોર જિલ્લાના આબુરોડ વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પુણેમાં રહેતો એક પરિવાર સિહોરના શિવગંજ થી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં બપોરના 12:00 વાગ્યાની આસપાસ આબુરોડ થી લગભગ સાત કિલોમીટર દૂર હનુમાન ટેકરા પાસે પરિવારની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારના ચાલક 35 વર્ષીય હીરાલાલ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

Truck and car collide in Abu Road Family was going from Shivganj to Pune,  two injured referred to Gujarat | कार सवार परिवार जा रहा था पुणे; ससुर और बहू  गंभीर घायल -

જ્યારે અકસ્માતની ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીલાબાઈ નામની મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં સાંજે 4:00 વાગ્યાની આસપાસ પ્રાચી નામની દીકરીનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

અકસ્માતની ઘટનામાં કાર ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લીલાભાઈ અને પ્રાચી સંબંધમાં દાદી અને પૌત્રી થાય છે. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*