આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને સાંભળીને આપણી આંખોમાંથી પણ આંસુ આવી જાય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રક્ષાબંધન પર્વે એક ભાઈને દુનિયાની સર્વશ્રેષ્ઠ ભેટ મળી છે. હજુ થોડાક દિવસ પહેલા જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગયો છે.
ત્યારે આપણે ઘણા સમય પહેલા સાણંદમાં બનેલા એક અનોખા કિસ્સા વિશે વાત કરવાના છીએ. અહીંયા એક બહેને ભાઈની ખુશી માટે સર્વોચ્ચ ત્યાગ આપ્યો છે, મૂળ કપડવંજના રાજેશભાઈ ભટ્ટ સાણંદના આકાર ફ્લેટમાં રહે છે. તેમને સંતાનમાં પુત્ર સાગર અને પુત્રી સલુની છે, પુત્રી ના લગ્ન સાણંદમાં હરિઓમભાઈ જાની ના પુત્ર મિતેશ સાથે થયા છે.
મળતી માહિતી અનુસાર રાજેશભાઈ નો પુત્ર સાગર સાઉથ આફ્રિકામાં જોબ કરે છે. જ્યારે તેની પત્ની ઋત્વી હાલ સાણંદ સસરા રાજેશભાઈ ના ઘરે જ રહે છે. સાગરની બહેન સલુની જેને સંતાનમાં એક આઠ વર્ષનો પુત્ર છે. પરંતુ તેના ભાઈને કોઈ સંતાન નથી, તેથી તેને પણ પોતાના ભાઈને સંતાનની ખોટ હોવાનું ખટકતું હતું .
ત્યારે તેણે ભાઈ માટે પોતાના બીજા સંતાનને જન્મ આપવાનો નિર્ણય લીધો. આ વાતમાં પતિ મિતેશ અને સાસુ સસરા હીનાબેન અને હરિઓમભાઈ જાની પણ સહમત થતા આશરે 10 માસ પહેલા મિતેશે અને સલુનીના ગૃહે પુત્રીનો જન્મ આપ્યો જેનું નામ નિર્વી રાખ્યું. નિર્વી દસ માસની થઈ ત્યારે સલુની એ ખુશી ખુશી પોતાની કાળજા ના કટકા સમાન પુત્રીને ભાભીના ખોળામાં મૂકી દીધી અને ભાભીને માં બનવાનું સૌભાગ્ય ભેટ કરી દીધું.
એક ભાઈ ભાભી માટે બહેન દ્વારા આથી મોટી શું ભેટ હોઈ શકે ? આ સુખદ ઘટનાથી બંને પરિવારોમાં અનોખો આનંદ વ્યાપી ગયો. કળિયુગમાં લોકો પાસે સ્વાર્થ સિવાય કોઈ વાત હોતી નથી, ત્યારે ભાઈ બહેનના આ નિર્મળ પ્રેમને સો સો સલામ અને સલુનીના સાસરીયા પરિવારની સમજદારી પણ બિરદાવવા યોગ્ય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment