ઝડપી ડમ્પર ચાલકે બાઈક પર જતા યુવકને જોરદાર ટક્કર લગાવી… યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં વાહન ચાલકની એક નાનકડી એવી ભૂલના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ ઉપરાંત ઘણી વખત વાહન ચાલકની બેદરકારી અથવા તો લાપરવાહીના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના પડઘરી માંથી સામે આવી રહે છે. આ ઘટનામાં બાઈક પર સવાર એક યુવકને સામેથી આવી રહેલા ડમ્પરે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટના પડધરીથી નેકનામ જતા રોડ ઉપર બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

વિગતવાર વાત કરીએ તો પડધરીથી નેકનામ જતા રોડ ઉપર ઉકરડા ગામ પાસે બપોરના સમયે એક ઝડપી ડમ્પર ચાલકે બાઈક પર જતા 27 વર્ષીય સૂર્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં બાઈક પર સવાર સૂર્યપાલસિંહ હવામાં ફંગોળાઈને રોડ ઉપર ફટકાયા હતા.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક સૂર્યપાલસિંહને સારવાર માટે પડધરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર સૂર્યપાલસિંહને મૃત જાહેર કર્યા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં તો પરિવારના સભ્યોએ ડમ્પર ચાલક સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*