ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ક્રિકેટ રમતી વખતે અથવા તો રોજિંદુ કામ કરતી વખતે યુવાનોનું હાર્ટ એટેકથી મોત થતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે.
સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. જવાનનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 58 વર્ષના ધરમપાલ નામના જવાન લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા.
આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા ઉપર ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને પછી સબ ઇન્સ્પેક્ટરને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હાજર ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ડોક્ટરે જણાવ્યું કે મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક છે. RAF જવાનું દુઃખદ નિધનના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આવી જ એક ઘટના ગઈકાલે રાજકોટમાં બની હતી. આ ઘટનામાં 60 વર્ષના રાજેન્દ્ર ભાઈનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે રાજેન્દ્રભાઈ સ્વિમિંગ કર્યા બાદ પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈ પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment