સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરનાર યુવકે ત્રણ મહિના પહેલા જ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્ન કર્યા બાદ તે પોતાની પત્ની સાથે ઘરે આવ્યો હતો. લગ્ન બાદ બંને વચ્ચે સતત ઝઘડા વધવા લાગ્યા હતા. જેના કારણે યુવકે સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં 19 વર્ષનો અભય વિજયભાઈ શ્રીવાસ્તવ નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.
અભય એક ડાઇનિંગ મિલમાં કામ કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના મોત બાદ પરિવારની તમામ જવાબદારી અજય ઉપર આવી ગઈ હતી. અભય અને તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જાણવા મળી રહ્યું છે કે લગભગ ત્રણ મહિના પહેલા એટલે કે એક મેના રોજ અભય 19 વર્ષની પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કર્યા હતા.
પછી પંદર દિવસ બાદ બંને ઘરે આવ્યા ત્યારે પરિવારના સભ્યોએ બંનેનો આ સંબંધ સ્વીકારી લીધો હતો. લગ્ન બાદ અભય અને તેની પત્ની વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા. આ ઝઘડામાં અભયના પરિવારના સભ્યો કોઈ પણ પ્રકારની દખલગીરી કરતા ન હતા. ગતરોજ પણ અભય અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ અભય પોતાની પત્નીને લઈને તેના પિયરમાં ગયો હતો. ત્યાં તેને પત્નીને રહેવાનું કહ્યું હતું પરંતુ તેની પત્ની થોડીક વાર પછી ઘરે આવતી રહી હતી.
પત્ની જ્યારે ઘરે આવી ત્યારે અભય ઘરનો દરવાજો ખોલ્યો નહીં. પછી પત્નીએ બારીમાંથી જોયું ત્યારે અભયનું મૃતદેહ લટકતી હાલતમાં તેને જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં તો પિયર પક્ષના લોકોને સાસરિયાઓ એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment