સુરતમાં બાઈક પર ત્રીપલ સવારીમાં જતા પોલીસ કર્મચારીનો વિડીયો થયો વાયરલ… શું પોલીસ કર્મચારી માટે નિયમો અલગ છે..?

આજકાલ સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં પોલીસ કર્મીઓ જ કાયદાનો ભંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કેટલાક પોલીસ કર્મીઓ પોતે જ ટ્રાફિક ના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે.

જેમાં પોલીસ કર્મીઓને પોતાના વાહન પણ પોલીસ લખેલા લખાણ દૂર કરવાની અને ગાડીઓના કાળા કાચ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસ કર્મીઓને ફરજિયાત ટ્રાફિક ના નિયમોનું પાલન કરવાનું આદેશ આપ્યો છે, જ્યારે રાજ્યના પોલીસવાળા નો આદેશ કેટલાક પોલીસ કર્મીઓ ઘોળીને પી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે.

કારણકે લોકોને નિયમોનું પાલન કરાવનાર પોલીસ કર્મી જ બાઈક પર ત્રિપલ સવારી જતા જોવા મળ્યા એ પણ હેલ્મેટ વગર. સુરત પોલીસ કર્મીઓ હજી પણ રાજ્ય પોલીસવાળાના આદેશને ગંભીરતાથી ન લેતા હોય એવું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો પરથી લાગી રહ્યું છે.

ટ્રાફિક નિયમોનું પાલન કરાવનાર જ નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોય તેઓ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પોલીસ કર્મીબાઇક પર ત્રિપલ સવારી જતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોઈ રાહદારી દ્વારા આ વિડીયો ઉતારી ને વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે.

જોકે આ વાયરલ વિડીયો GUJJUROCKZ ન્યુઝ પુષ્ટિ કરતું નથી, ત્રીપલ સવારી બાઈક પર જતા પોલીસ કર્મી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણા સવાલો ઊભા થયા છે. લોકોમાં સવાલો ઊભા થયા છે કે ડીજીના પરિપત્ર નું પોલીસ કર્મચારીઓ જ કેમ કરી રહ્યા છે ઉલ્લંઘન ? શું શહેર પોલીસ કમિશનર આ પોલીસ કર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*