ઘરે જમવા બેઠેલી 10 વર્ષની માસુમ બાળકીને ઝેરીલા સાપે ડંખ માર્યો… બાળકીનું રીબાઈ રીબાઈને મોત…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. તમને બધાને ખબર હશે કે દેશના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી વહાલ જામ્યો છે. આવા વરસાદી માહોલમાં સાપ કરડવાની ઘટનાઓ પણ ખૂબ જ વધારે પડતી બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સાપ કરડવાની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં ઝેરીલા સાપના ડંખથી એક 10 વર્ષની માસુમ બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના આજરોજ બિહારના જમુઈમાં બની છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરીનું નામ આરતી કુમારી હતું અને તેની ઉંમર 10 વર્ષની હતી. આરતી પોતાના ઘરે ખાવાનું ખાઈ રહી હતી.

ત્યારે અચાનક જ એક ઝેરીલો સાપ તેની પાસે આવી પહોંચ્યો હતો અને તેને આરતીને ડંખ માર્યો હતો. ત્યાર પછી તો દીકરી આરતીની તબિયત બગડવા લાગી હતી. એટલે પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

માત્ર 10 વર્ષની દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. ખાસ કરીને વરસાદની સિઝનમાં અચાનક જ સાપ કરડવાના કેસ ખૂબ જ વધી જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે વરસાદી મોસમમાં ખેતરમાં પાણી ભરાઈ જાય છે.

જેના કારણે ખેતરમાં રહેતા સાપ માનવ વસ્તી તરફ પહોંચી જાય છે અને લોકોને પોતાનો શિકાર બનાવે છે. દરેક લોકોને અપીલ છે કે જો કોઈને પણ સાપ કરે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવા કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે તાંત્રિકના જાળમાં ફસાવવું નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*