માતા-પિતા ખાસ વાંચજો..! ઝાડીઓમાં રમતા 12 વર્ષના બાળકને એવો દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોંકી જઈએ છીએ. હાલમાં સાપ કરડવાની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવતા હોય છે, આવો જ એક કિસ્સો ગુજરાતના ડીસામાંથી સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે.

જેમાં મુડેઠા ના 12 વર્ષના કિશોરનું સાપ કરડવાથી મૃત્યુ થયું છે. કિશોરે પોતાના ઘર પાસે બૂટ ધોઈ સુકવવા જતાં તે વખતે ઝાડીમાં રહેલા સાપે પગના ભાગે કરડતા તેને સારવાર અર્થે ડીસા લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. વિગતવાર જાણીએ તો ડીસા તાલુકાના મુડેઠા ગામે રહેતો કિશોર અદુભા રાઠોડ પોતાના ઘર આગળ બુટ ધોઈને સુકવવા જતો હતો.

એ દરમિયાન ઘરની આગળ પડેલી બાવળની ઝાડીમાં કાળોતરો સાપ કરડયો હતો.જેથી કિશોરે બુમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ડીસા લઈ જવા રવાના થયા હતા. પરંતુ કમનસીબે રસ્તામાં જ અદુભા રાઠોડનું મોત નીપજ્યું હતું. મૃતક ધોરણ છ માં અભ્યાસ કરતો હતો, પ્રકાશ સિંહ રાઠોડ ને કુટુંબમાં ત્રણ ભાઈઓ છે.

જેમાં પ્રકાશસિંહના પરિવારમાં મૃતક અદુભા એક દીકરો અને એક નાની દીકરી છે. જ્યારે અન્ય બે ભાઈઓમાં એકના લગ્ન કરેલ છે અને એક ભાઈ કુંવારો છે, લગ્ન કરેલા ભાઈ ને કોઈ સંતાન નથી. પરિવારના ત્રણ ભાઈઓમાં એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોવાથી ઘર ઉપર આફતનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર સહિત આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*