દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. જાણવા મળી રહ્યું છે કે વ્યક્તિએ પોતાની પત્નીને ધાબા ઉપરથી ધક્કો મારીને નીચે ફેંકી દીધી હતી. જેના કારણે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું મોત થઈ ગયું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિ સહિત બે લોકો સામે જીવ લેવાનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પતિ પોતાની પત્નીને અનૈતિક કામ કરવા માટે દબાણ કરતો હતો. જેનાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
આ ઘટના હરિયાણાના રોહતક જિલ્લામાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ આરતી હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે આરતી તેના પહેલા પતિથી કોઈ કારણોસર અલગ થઈ ગઈ હતી. આ પછી લગભગ એક વર્ષ પહેલા આરતી અજય નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે અજય સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
7 ઓગસ્ટ રાત્રીના લગભગ 8:30 વાગ્યાની આસપાસ સમાચાર મળ્યા કે આરતીએ ધાબા ઉપરથી કૂદીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરતી અને તેના પતિ વચ્ચે છ ઓગસ્ટના રોજ ઝઘડો થયો હતો.
અજય એવું કહેતો હતો કે તેની પત્ની અનૈતિક કામ કરે, પરંતુ આરતી આવા ખોટા કામ કરવા ઈચ્છતી ન હતી.જાણવા મળી રહ્યું છે કે આરતીના પતિ અજય અને અમર નામના વ્યક્તિએ મળીને આરતીને બીજા માળે નીચે ધક્કો મારી દીધો હતો. જેના કારણે આરતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું મોત થઈ ગયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે આરતી અનૈતિક કામ કરવાની ના પાડતી હતી એટલે બંને મળીને આરતીનો જીવ લઈ લીધો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હાલમાં મૃત્યુ પામેલી આરતીના પતિ અજય અને અમન વિરોધ જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment