દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઓનલાઇન ગેમ એક યુવતી માટે જીવલેણ સાબિત થાય છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો સોમવારના રોજ કામિની નામની 23 વર્ષની યુવતીએ પોતાના ઘરમાં માતાની સાડીનો ગળાફાંસો બનાવીને સુસાઇડ કર્યું હતું.
આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, કામિની ઓનલાઈન ગેમ રમતી હતી, ત્યારે તેને એક યુવક સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ યુવક કામિનીના ફોટો એડિટ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને કામિનીને બદનામ કરતો હતો. જેના કારણે કામિની ની સગાઈ તૂટી ગઈ હતી.
એટલા માટે કામેનીએ સુસાઇડ કર્યું છે તેઓ કહેવામાં આવી રહ્યું છે. સોમવારના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ કામિનીએ સુસાઇડ કર્યું છે. તે ઘટનાની જાણ પરિવારના સભ્યોને થઈ હતી. કામિની નાની બહેન ફ્રીજમાં વસ્તુ લેવા લેવા માટે નીચેની રૂમમાં ગઈ ત્યારે તેને બહેનને લટકતી હાલતમાં જોઈ હતી. આ ઘટના રાજસ્થાનના ગ્વાલિયર માંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર 10 મહિના પહેલા ઓનલાઈન ગેમ રમતી વખતે કામિનીને પંજાબના રવિ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યાર પછી રવિ રાજસ્થાનના ગ્વાલિયરમાં કામિનીને મળવા માટે આવ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં કામિનીની સગાઈ થઈ ગઈ હતી. એટલે તેને રવિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ રવિ એ કામિનીને બદનામ કરવાનું વિચારી લીધું હતું. ત્યાર પછી રવિએ એક ફેક આઈડી બનાવ્યું અને તેમાં કામિનીના એડિટ કરેલા ફોટા પોસ્ટ કર્યા હતા.
ફોટા વાયરલ થતાં જ કામિની ની સગાઈ તૂટી ગઈ હતી અને તે સમાજમાં બદનામ થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. કામિનીના પરિવારજનોનું કેવું છે કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી જો પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો આજે તેમની દીકરી જીવતી હોત. કહેવામાં આવી રહ્યું છે કે બદનામીના ડરથી કામિનીએ સોમવારના રોજ સવારે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment