ઝડપી કાર અને ભારે વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, કારમાં સવાર ભાજપના નેતાના ભત્રીજાનું કરુણ મોત…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર અને ભારે વાહન વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા ભાજપના નેતાના ભત્રીજાનું મોત થયું છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નિખિલ તિવારી હતું. નિખિલ તિવારી ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ પ્રમુખ નિગમ વિનોદ તિવારીના ભત્રીજા હતા. જાણવા મળી રહ્યો છે કે નિખિલ તિવારી શનિવારના રોજ મોટી રાત્રે MP 15 CA 0010 નંબરની કાર લઈને ભોપાલ બાજુથી સાગર તરફ આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમની ઝડપી કાર અને ભારે વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારના તો પૂરેપૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં નિખિલ તિવારીના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેમના સાથીદાર નીતિન નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા નીતિનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃત્યુ પામેલા નિખિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ નિખિલના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ દાખલ કરીને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*