આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. નાના બાળકોના અકસ્માતના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, ઘણી ઘટનાઓમાં માતા પિતાની નિષ્ક્રિયતા અથવા પોતાના બાળકો તરફ યોગ્ય ધ્યાન ન આપવાના કારણે મોટી દુર્ઘટના બની જતી હોય છે. સુરતના કામરેજ થી સરથાણા તરફ જવાના રસ્તા ઉપરનો એક વિડીયો વાયરલ થયો છે તેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
રસ્તા પર વાહન ચલાવતી વખતે વાહન ચાલકે તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વાહન ચાલક પાસે લાયસન્સ સાથે હેલ્મેટ પહેરવું તેમની સુરક્ષા માટે અને નિયમ મુજબ પણ જરૂરી છે. પરંતુ આવા તમામ નીતિ નિયમોને સાઈડ પર મૂકીને બાળકો મોટરસાયકલ ચલાવતા જોવા મળતા હોય છે.
આવો જ એક વિડીયો કામરેજ થી સરથાણા તરફ જવાના રસ્તા ઉપર નો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નાના બાળકો મોટરસાયકલ કોઈના પણ ડર વગર હંકારતા જોવા મળ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં એક બે નહીં પરંતુ ત્રણ નાના નાના બાળકો બાઇક ચલાવતા દેખાયા છે. વિડીયો જોતા અનુમાન કરી શકાય કે બાઈક ચલાવનાર બાળકની ઉંમર 12 વર્ષની આસપાસ હશે.
વચ્ચે બેઠેલા બાળકને ઉંમર ત્રણ વર્ષની અને પાછળ બેઠેલા બાળકની ઉંમર પાંચ વર્ષની આસપાસની હોઈ શકે છે. આવા નાના બાળકો ત્રણ સવારી મોટરસાયકલ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર કોઈ દુર્ઘટના બને તો તેના માટે ખરેખર જવાબદાર કોણ ? સાથે જ એ પણ સવાલ છે કે શું વાલીઓને કોઈ જાણ નથી કે પોતાનું બાળક આ પ્રકારે મોટરસાયકલ ચલાવી રહ્યું છે ?
એ પોતાનો જીવતો જોખમમાં મૂકે છે પરંતુ તેની સાથે પાછળ બેઠેલા અને અન્ય વાહન ચાલકોનું પણ જીવ જોખમમાં મૂકે છે. તેથી વાલીઓએ પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આવી બેદરકારી ન કરે. કારણ કે ઘણી વખત આ બેદરકારી તેમના જીવનું જોખમ ઊભું કરતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment