હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવક શેરડીના ખેતરમાં દવા છાંટવા માટે ગયો હતો. દવા છાંટતી વખતે ખેતરમાં અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
યુવકનું મોત થતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને યુવકના મોતનો સૌથી મોટો આઘાત તેની પત્નીને લાગ્યો હતો. પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ જંતુનાશક દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીને ચાર માસનો ગર્ભ છે. હાલમાં હોસ્પિટલમાં પત્નીની સારવાર ચાલુ છે.
આ ઘટના મેરઠમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નીતિન નામના વ્યક્તિના લગ્ન છ મહિના પહેલા શિખા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બંનેનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. શીખા ચાર મહિનાની ગર્ભવતી છે. ત્યારે ગઈકાલે એટલે કે બુધવાર ના રોજ નીતિન શેરડીના ખેતરમાં જંતુનાશક દવા છાંટવા માટે ગયો હતો
. ત્યારે અતિશય ગરમી અને જંતુનાશક દવાના કારણે અચાનક જ નીતિનની તબિયત બગડી ગઈ હતી. જેના કારણે તે ખેતરમાં જ બેહોશ થઈ ગયો હતો. આસપાસના લોકોએ નીતિનને ખેતરમાં બેભાન હાલતમાં પડેલો જોયો હતો. ત્યારબાદ તરત જ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. પછી નીતિનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીતિનનું મોત થયું હતું.
નિતીનના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પતિના મોતના સમાચાર મળતા જ શિખા ભારે આઘાતમાં સરી પડી હતી. પતિ નું મોત તેનાથી સહન ન થયું અને તેને જંતુનાશક દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે અને તેની હાલત નાજુક છે તેવું જાણવા મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment