આજકાલે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવતી એક યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી.
પરંતુ યુવતીને ખબર પડી કે તેના પ્રેમીના તો પહેલેથી જ લગ્ન થઈ ગયા છે અને તે બે બાળકોનો પિતા છે. આ કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતી નું નામ ચાંદની હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા ચાંદનીની એક યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે પ્રેમ કરવા લાગ્યા હતા. થોડાક સમય પહેલા ચાંદની જ્યારે યુવક સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેની માતાએ તેને પકડી લીધી હતી.
પછી માતાએ તેને યુવક સાથે સંબંધ તોડી નાખવાનું કહ્યું હતું. પરંતુ ચાંદની યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. ત્યારબાદ ચાંદનીના પરિવારના સભ્યો લગ્ન માટે સહમત થઈ ગયા હતા. પરંતુ લગભગ બે મહિના પહેલા ખબર પડી કે યુવકના પહેલેથી જ લગ્ન થઈ ગયેલા છે અને તેના બે બાળકો પણ છે.
આ વાતની જાણ થયા બાદ ચાંદની ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. ત્યારબાદ ચાંદનીના પરિવારના સભ્યો તેની માટે બીજો છોકરો જોવા લાગ્યા. પરંતુ ચાંદની તે જ યુવક સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તેને આ બધાથી કંટાળીને મંગળવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના બનતા આજ ચાંદનીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ચાંદનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment