ચા બનાવવામાં મોડું થતા ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીનો જીવ લાવી લીધો… જાણો શું છે સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 22 વર્ષની મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિએ જ લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પતિએ સાવ નાની એવી વાતમાં પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. પત્નીને ચા બનાવવામાં મોડું થયું એટલે પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા પતિ પોતાની પત્નીની ધુલાઈ કરવા લાગ્યો.

પછી પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના મંગળવારના રોજ ગ્વાલિયરમાં બની હતી. ઘટનાની માહિતી મળી આ બાદ મૃત્યુ પામેલી મહિલાના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સૌપ્રથમ તો સાસરીયાઓએ આ ઘટનાને શંકાસ્પદ મોત ગણાવ્યું હતું.

ત્યાર પછી પોલીસે મૃત્યુ પામેલી મહિલાના ગળા ઉપર નિશાન જોયા પછી તેમને પૂછપરછ શરૂ કરી દીધી હતી. પૂછપરછ દરમિયાન સૌપ્રથમ સાસરિયાંઓ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ચા બનાવવાની બાબતમાં ઝઘડો થતા આ બનાવ બન્યો છે. વિગતવાર વાત કરીએ તો લગભગ બે વર્ષ પહેલા સાધના નામની યુવતીના લગ્ન મોહિત નામના યુવક સાથે થયા હતા.

લગ્ન થયા પછી બધું બરોબર ચાલતું હતું. પરંતુ લગ્નના એક વર્ષ બાદ મોહિત અને સાધના વચ્ચે ઝઘડા થવાનું શરૂ થઈ ગયું હતું. બંને નાની નાની વાતમાં ઝઘડી પડતા હતા. ત્યારે મંગળવારના રોજ પણ બંને વચ્ચે સાવ નાની એવી વાતમાં ઝઘડો થઈ ગયો હતો. ત્યાર પછી પરિવારના સભ્યોએ બંનેને સમજાવ્યા હતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

તેમ છતાં પણ મોહિત અને સાધના વચ્ચે ઝઘડો બંધ થયો નહીં. થોડીક વાર બાદ પરિવારના સભ્યો જ્યારે ઘરે આવ્યા ત્યારે જોયો તો ઘરમાં સાધનાનું મૃતદેહ પડ્યું હતું. આ દ્રશ્યો જોઈને પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ સાધનાના માતા-પિતાને કરવામાં આવી હતી. આ કારણોસર પિયર પક્ષના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને પણ બોલાવી લીધી હતી.

પોલીસને સાધનાની ગરદન અને શરીર પર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. જેથી સ્પષ્ટ થઈ ગયું કે સાધનાનો જીવ લેવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે મોહિતની કસ્ટડીમાં પૂછપરછ કરી ત્યારે તે અલગ અલગ વાતો કહેતો હતો. પરંતુ પોલીસની કડક પૂછપરછ દરમિયાન મોહિતે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*