આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. આપણા દેશમાં આવા જુગાડ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. દુબઈના શેખની વિશાળ હમર બાદ ભારતીય ખેડૂત ના ટ્રેક્ટર નો વિડીયો વાયરલ થયો છે. વીડિયો જોઈને તમે પણ કહેશો કે આવું ટ્રેક્ટર જિંદગીમાં પણ નહોતું જોયું.
રોજ ભારતીય જુગાડના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને ઘણા જુગાડ તો એવા હોય છે જે કોઈના પણ હોશ ઉડાવી શકે. આપણા દેશમાં લોકો જરૂરિયાત હિસાબે જુગાડ કરતા હોય છે, ભારતના જુગાડ દુનિયાભરમાં ફેમસ છે. ત્યારે હાલ એવા જ એક જુગાડ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જે એક ખેડૂત દ્વારા ટ્રેક્ટર સાથે કરવામાં આવ્યો છે, ખેડૂતને આ વિચાર એટલો સારો છે કે તેના વખાણ કરીએ તેટલા ઓછા છે. ખૂબ જ સરળ રીતે ખેડૂતે ટ્રેક્ટરનો આખો લુક બદલી નાખ્યો છે, ચોક્કસ તમે આજ સુધી આવું ટ્રેક્ટર નહીં જોયું હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે દેશી જુગાડથી બનેલા ટ્રેક્ટર ની બોડી સાવ અલગ છે.
View this post on Instagram
આગળના બે પૈડા એકદમ નાના છે, જ્યારે પાછળના વ્હીલ્સ મોટા છે, આ સિવાય વ્હીલ્સ વચ્ચે ઘણો ગેપ છે. વાત એ છે કે ટ્રેક્ટરની ઊંચાઈ 8 થી 9 ફૂટ છે, આવા ઉચા વાહનો સામાન્ય રીતે જોવા મળતા નથી. ક્લિપ જોયા પછી એવું કહેવું ખોટું નહીં હોય કે કિસાન એ તેમાં શ્રેષ્ઠ રીતે ફેરફારો કર્યા છે. ઊંચાઈ વધુ હોવાને કારણે આ ટ્રેક્ટર સરળતાથી તળાવ કે કેનાલને પાર કરી શકે છે.
આ ક્લિપ ઈન્સટ્રાગ્રામ પર ભરત પ્રજાપતિ નામના યુઝરે શેર કરી છે. કેપ્શન માં લખ્યું છે હેવી ડ્રાઇવર, આ ઉપરાંત યુઝર્સે કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું બાબાનું ટ્રેક્ટર ક્યાં છે, બીજાએ કહ્યું આવું ટ્રેક્ટર જોયું છે ? તે જ સમયે અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરી ટ્રેક્ટર હમરથી ઓછું દેખાતું નથી. થોડા દિવસ પહેલા જ દુબઈના શેખની હમર નો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો જે પણ વિશાળ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment