આજ કાલે સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગાંધી મેડિકલ કોલેજના જુનિયર મહિલા ડોક્ટરે સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ મોડી રાત્રે ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને મહિલા ડોક્ટરે સુસાઇડ કર્યું હતું.
સુસાઇડ કરનાર મહિલા ડોક્ટરની ઉંમર 27 વર્ષની હતી અને તેમનું નામ બાલ સરસ્વતી હતું. આ ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે. મહિલા ડોક્ટર ગાંધી મેડિકલ કોલેજમાં ગાયનેકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી સરસ્વતી પોતાના પતિ જયવર્ધન સાથે રહેતી હતી.
ઘટનાના દિવસે સવારના 6:00 વાગ્યા ની આસપાસ જ્યારે જયવર્ધન ઉઠ્યો ત્યારે તેને પોતાની પત્નીને બેભાન હાલતમાં પડેલી જોઈ હતી. ત્યારબાદ તેને બુમાબૂમ કરીને આસપાસના પડોશીઓને ત્યાં બોલાવ્યા હતા. પછી સરસ્વતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે સરસ્વતીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી સરસ્વતી 14 અઠવાડિયાથી ગર્ભવતી હતી. મહિલા ડોક્ટરના બેડ પાસેથી બે ઇન્જેક્શન મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે રાત્રે પતિ-પત્ની અલગ અલગ રૂમમાં સુતા હતા. જ્યારે સવારે પતી જાગ્યો અને પોતાની પત્નીના રૂમમાં ગયો ત્યારે તેની પત્ની બેભાન અલકમાં મળી આવી હતી. પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
હાલમાં તો સરસ્વતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. સરસ્વતી આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જાણવા મળી રહ્યું છે કે સરસ્વતી ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું. અને તેને પોતાના પતિ સાથે પણ કોઈ પણ પ્રકારનો વાંધો ન હતો. આ ઘટના બનતા જ સરસ્વતીના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment