નકામા બાપની નકામીના કારણે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી… મૃતક પોલીસ જવાની દીકરીએ રડતા રડતા એવું કહ્યું કે… સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

અમદાવાદના ઇસ્કોન ઓવરબ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના વિશે તમે બધા જાણતા જ હશો. આ ઘટનામાં એક યુવકની બેદરકારીના કારણે નવ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં મૃતકોમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના 48 કલાક ઉપરાંત નો સમય વીતી ગયા બાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ મૃત્યુ પામેલા તમામ લોકોના પાર્થિવ દેહને તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતા.

પાર્થિવ દેહ ઘરે આવ્યા ત્યારે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલા નવ લોકોમાંથી એક ટ્રાફિક જવાન જશવંતસિંહનો પણ સમાવેશ થાય છે. ટ્રાફિક જવાન જશવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના સાંપા ગામના હતા. તેમનું પાર્થિવદેહ જ્યારે તેમના વતન પહોંચ્યું ત્યારે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે જશવંતસિંહ ચૌહાણ ફરજ પર હતા અને આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 53 વર્ષની ઉંમરે જશવંતસિંહનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ કારણોસર બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલા જશવંતસિંહ પરિવારના એક માત્ર કમાવનાર હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે જશવંતસિંહ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની રમીલાબેન, દીકરો અમુલ અને 19 વર્ષની દીકરી જાગૃતિ છે. જ્યારે જશવંતસિંહના માતા-પિતા અને તેમનો ભાઈ તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંપા ગામે રહેતા હતા.

જશવંતસિંહ ના અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઘટનામાં નકામા બાપની નકામી ઓલાદના કારણે નવ હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. તમે જ કહો આવા આરોપીને શું સજા મળવી જોઈએ તમારો જવાબ કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.

વધુમાં વાત કરે તો મૃત્યુ પામેલા જશવંતસિંહની દીકરી એ રડતા રડતા જણાવ્યું કે, અમને જલ્દી ન્યાય મળવો જોઈએ, આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. મેં મારા પિતા ગુમાવ્યા છે, તેને પણ ફાંસીની સજા મળવી જોઈએ. અમારે વહેલી તકે ન્યાય જોઈએ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*