છેને બાકી Z + સિક્યુરિટી..! ટમેટાની દેખરેખ માટે દુકાનદારે કંઈક એવી વસ્તુ કરી કે…વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અમુક વિડિયો તો એવા હોય છે જેને જોઈને આપણને નવાઈ પણ લાગે છે. ટામેટાના આસમાને આવી જતા ભાવ ગ્રાહકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળી છે. જોકે સરકારની તાજેતરની ટામેટાના ભાવ ઘટાડવાની જાહેરાતથી રાહત મળી છે.

પરંતુ ઘણા લોકો ટામેટાના વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા છે, બીજી તરફ ટામેટાના વધતા ભાવને લઈને ઘણા મીમ્સ, ફની ગીતો અને વિડિયો વાયરલ થયા છે. આ તમામ મીમ્સ, રમુજી ગીતો અને વિડિયો એ ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. લોકો ટામેટાના ભાવમાં બેફામ ઉછાળા અંગે તેમના મંતવ્યો શેર કરી રહ્યા છે.

હાલમાં જ ઇન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં કિંગ કોબ્રા ટામેટાની રક્ષા કરતો બતાવવામાં આવ્યો છે. વીડિયોમાં કિંગ કોબ્રા ટામેટાની પાસે જમીન પર ક્રોલ કરતો જોઈ શકાય છે. જેવા કોઈ ટામેટા તરફ હાથ લંબાવ્યો કે તરત જ કિંગ કોબ્રા એ તેના પર હુમલો કર્યો. તે ટામેટા ની પાસે બેઠો છે અને સામે હાજર લોકો પર નજર રાખી રહ્યો છે, થોડા સમય પછી કોબ્રા દિવાલ પર ક્રોલ કરે છે.

પરંતુ ટામેટાનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે, ટ્વીટર પર ‘હંસના ઝરૂરી હૈ’નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. આ વિડીયો જોઈને નેટીઝન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે, જોકે વીડિયોનો મૂળ સ્ત્રોત ચકાસી શકાયો નથી. તે બચાવનો એક ભાગ હોય તેવું લાગે છે જ્યાં કિંગ કોબ્રા ટામેટા થી ભરેલા વિસ્તારમાં પ્રવેશ્યો હતો.

બચાવ ટીમ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, આ વિડીયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટામેટાના ભાવ ગંભીરચિંતાનો વિષય બની ગયો છે. જેણે નેટીઝન્સ આશ્ચર્યચકિત કર્યા છે, 47 હજાર લોકોએ આ વિડીયો જોયો અને પોતાનો પ્રતિભાવ આપ્યો. વીડિયોના કેપ્શન માં રમુજી સ્વરમાં લખવામાં આવ્યું છે કે, ‘ ટામેટાના વધતા ભાવને ધ્યાનમાં રાખીને અમે અમારા કિમતી સ્ટોક પર સુરક્ષા મૂકી છે’.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*