બાઈક લઈને ઘરે જતા મામા-ભાણીયાને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત…એકસાથે બંનેનું મોત થતા જ આખું પરિવાર હિબકે ચડ્યું…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પોલીસ કોન્સ્ટેબલ અને તેના ભાણીયાનું મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 34 વર્ષીય ભુપેન્દ્રસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલ ગુરૂવારના રોજ પોતાના કામને લઈને બહાર ગયા હતા. ત્યારબાદ ઉપેન્દ્રસિંહ પોતાનું કામ પતાવીને રાત્રિના સમયે જ્યારે ઘરે આવી રહ્યા હતા, ત્યારે તેઓ પોતાના ભાણીયા સોનુને પણ સાથે ઘરે લઈને આવતા હતા. આ દરમિયાન તેમની બાઈક અને એક ટ્રક ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર મામા અને ભાણિયો અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાના કારણે બંનેનું કરુણ મોત થયું હતું.

બંનેના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપેન્દ્રસિંહના મૃત્યુના કારણે એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*