સોશિયલ મીડિયા પર અવારનવાર અકસ્માતની ઘટનાઓના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે. ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવા અકસ્માતની અંદર કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ઘણીવાર આપણે બેદરકારીના કારણે પણ જીવ ચાલ્યો જતો હોય છે.
ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટમાંથી કામે આવ્યો છે, જેમાં એક યુવક અને BRTS રૂટમાં ઘુસવું મોંઘું પડી ગયું. પુરપાટ ઝડપે બીઆરટીએસ રૂટમાં આવી રહેલી બસ તેનો જીવ લઈને ચાલી ગઈ. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા મહાપુજાધામ ચોકી નજીક BRTS બસની હડફેટ માં આવેલા એક યુવકનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 108 કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં પણ કેદ થઈ હતી, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક BRTSની રેલિંગ કૂદીને ટ્રેકમાં ઘુસ્યો હતો. તે સમયે જ એક પુરપાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસની બસે તેને ટક્કર મારી હતી. યુવક ટ્રેકમાં જ પટકાયો હતો, ઘટનાને લઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. લોકો દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.
રાજકોટમાં 20 વર્ષના યુવકને ઉતાવળ કરવી ભારે પડી#Rajkot #BRTS #accident #CCTV #News18GujaratiNo1 pic.twitter.com/U54Qfbpj60
— News18Gujarati (@News18Guj) June 29, 2023
ઘટનાને લઈને 150 ફૂટ રીંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસ અને ટીઆરબી ના જવાનો દ્વારા મહામહેનતે ટ્રાફિક દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. BRTC રૂટમાં પ્રવેશ બંધી જોવા છતાં પણ યુવક રેલિંગ કૂદીને અંદર ખુશીઓ અને તેનું મોત થયું. મોતને ભેટલે યુવક પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment