દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક નરાધમ યુવકે જાહેરમાં 19 વર્ષની વિદ્યાર્થીની પર ધારિયું લઈને પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં માસુમ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. પરંતુ જો ત્યાં હાજર સ્થાનિક લોકોએ હિંમત ન બતાવી હોત તો આજે દીકરીનો જીવ જતો રહ્યો હોત. જ્યારે આ સમગ્ર ઘટના બને ત્યારે સ્થાનિક લોકોએ હિંમત કરીને આરોપીને પકડી પાડ્યો હતો અને દીકરીનો જીવ બચાવી લીધો હતો.
THIS IS HUGE: Thanks for your efforts, Pune residents – Set the example for Delhi Sakshi Case.
A Pune man attempted to kiII a female after an attack because of one-sided love, but locals intervened, caught the attacker, and saved the girl, Salute!🔥👏 pic.twitter.com/WO0W04cVr1
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 27, 2023
ત્યારબાદ લોકોએ આરોપીને પકડીને પોલીસને આપી દીધો હતો. જાણવા મળી રહ્યો છે કે આરોપી યુવક ઇજાગ્રસ્ત થયેલી યુવતીની કોલેજમાં અભ્યાસ કરે છે. આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાંથી સામે આવી રહી છે. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈને એક યુવતીની પાછળ દોડતો નજરે પડી રહ્યો છે.
Dear Delhites, watch and learn: How we save the honor of women in the land of Shivaji Maharaj 🚩 A man, armed with a machete, attacked a girl student in Pune injuring her. A few bravehearts in the area caught the man and handed him over to the Police.🫡 pic.twitter.com/jnZzKfVn36
— Pune City Life (@PuneCityLife) June 27, 2023
આ દરમિયાન યુવતી દોડતા દોડતા પડી જાય છે, ત્યારબાદ નરાધમ યુવક ધારદાર વસ્તુ વડે યુવતી ઉપર પ્રહાર કરે છે. યુવક માસુમ યુવતીનો જીવ લે તે પહેલા તો ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને યુવતીનો જીવ બચાવી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે માસુમ યુવતીએ આરોપી યુવકનો પ્રેમ પસ્તાવો ઠુકરાવી દીધો હતો, જેના કારણે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તેને આ પગલું ભર્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સવારના 10:00 વાગ્યાની આસપાસ બની હતી. આરોપી યુવક અને પેઢી બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તાજેતરમાં જ યુવતીએ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ઘટનાના દિવસે સવારે યુવકે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ તેની સાથે વાત કરવાની ના પાડી દીધી. જેના કારણે યુવક ખૂબ જ નારાજ થઈ ગયો અને ત્યારબાદ તેને ધારદાર વસ્તુ કાઢીને યુવતી પર પ્રહાર કર્યા હતા.
ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, યુવતી પોતાના એક મિત્ર સાથે એકટીવા પર જતી નજરે પડી રહી છે. આ દરમિયાન આરોપી યુવક ત્યાં એકટીવા સાથે દોડતો નજરે પડી રહ્યો છે. જેના કારણે એકટીવા ચલાવતો યુવક એકટીવા ઉભી રાખે છે. આ દરમિયાન બંને વચ્ચે કંઈક બોલાચાલી થાય છે. ત્યારબાદ આરોપી યુવક પોતાના બેગમાંથી ધારદાર વસ્તુ કાઢીને યુવક ઉપર પ્રહાર કરે છે. જેના કારણે એકટીવા ચાલક યુવક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
ત્યારબાદ આરોપી યુવક ધારદાર વસ્તુ લઈને યુવતીની પાછળ દોડે છે. આ દરમિયાન માસુમ યુવતી દોડતા દોડતા પડી જાય છે. જેના કારણે નરાધમ યુવક તેના ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. યુવક માસુમ યુવતીને વધુ ઇજા પહોંચાડે તે પહેલા તો ત્યાં હાજર સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને નરાધમ યુવકને પકડી પાડ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment