વિડીયો બનાવાના ચક્કરમાં બે યુવકે ટ્રેનની ઉપર ચડીને એવા જોખમી સ્ટંટ કર્યા કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. અત્યારે લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. અમુક લોકો તો ફેમસ થવા માટે એવા સ્ટંટ કરતા હોય છે જેનાથી તેમના જીવનુ પણ જોખમ હોય છે. અત્યાર સુધી તમે કાર અને બાઈક સાથે સ્ટંટ કરતા વિડીયો જોયા હશે.

પરંતુ ગ્રેટર નોઈડા થી એક વિડીયો સામે આવ્યો છે જેમાં બે યુવકો ટ્રેનની ઉપર ઉભા રહીને પોતાના મસલ્સ બતાવીને સ્ટંટ કરી રહ્યા છે. ટ્રેનની ઉપર થી હાઈ ટેન્શન લાઈન પણ પસાર થઈ રહી છે. પરંતુ યુવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોતાના વિડિયો પર લાઇક્સ અને ફોલોઅર્સ વધારવા માટે યુવાનો સતત વિવિધ યુક્તિઓ અપનાવે છે.

આ દરમિયાન યુવકો પણ જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરતાં જોવા મળે છે. હાલમાં ગ્રેટર નોઈડા નો આવો જ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો જરચા પોલીસ સ્ટેશન વિસ્તારના NTPC પ્લાન્ટ પાસેનો જણાવવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેનાલ પરથી એક માલગાડી પસાર થઈ રહી છે. આજ માલગાડીના ડબ્બા પર બે યુવકો ઉભા છે અને તેમની ઉપરથી હાઈ ટેન્શન લાઈન પણ પસાર થઈ રહી છે. પરંતુ પોતાના જીવની ચિંતા કર્યા વિના આ લોકો સ્ટંટ કરવામાં વ્યસ્ત છે, યુવકો કમ્પાર્ટમેન્ટ પર ઉભા રહીને પોતાના મસલ્સ બતાવી રહ્યા છે. યુવાનો એ જ આ વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે NTPC પ્લાન્ટ ની નજીક હોવાનું જણાય છે, વિડીયો ની તપાસ કરવામાં આવી રહી છે. આમાં જોવા મળતા યુવકોની ઓળખ કરીને તેમની સામે યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*