જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી ગઈ, કેક કાપવા જતા યુવકનું મોઢું સળગી ગયું… વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે…

The birthday boy face burned: આજકાલ સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વિડીયો જોયા હશે કે પોતાના જન્મદિવસની ઉજવવા માટે લોકો અલગ અલગ પ્રકાર ના ડેકોરેશન કરતા હોય છે. ઘણા લોકો પોતાના જન્મદિવસની અનોખો બનાવવા માટે અલગ અલગ પ્રકારની કેક પણ લાવતા હોય છે. પરંતુ ઘણી વખત આ જન્મદિવસ ઉજવવા(birthday boy face burned Viral Video) લોકોને ખૂબ જ નુકસાન પણ કરતા હોય છે.

આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે જ્યાં જન્મદિવસની પાર્ટીમાં કેક કાપતી વખતે સ્પ્રે અને ફાયર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે બર્થ ડે બોય ખરાબ રીતે દાઝી ગયો હતો, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બર્થ ડે બોય રિતિકના વાળ, કાન અને નાક બળી ગયા છે પરંતુ તે ખતરાની બહાર છે.

મળતી માહિતી અનુસાર રિતિક તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. તેના બધા મિત્રો ઉત્સાહમાં હતા અને કેક કાપતી વખતે કેટલાકે તો સ્પ્રે ઉડાડ્યા હતા, કેટલાક તો ફાયર ગનનો પણ ઉપયોગ કરી રહ્યા હતા. કેક કાપતા ની સાથે જ મિત્રોએ રિતિક પર ભારે માત્રામાં સ્પ્રે કર્યો હતો, અને તે જ સમયે ફાયર ગનમાંથી એક સપાર્ક તેના પર પડ્યો જેના કારણે આગ ફાટી નીકળી હતી.

આગના કારણે રિતિક નો ચહેરો અને વાળ બંને બળી ગયા હતા, સ્થળ પર હાજર મિત્રોએ આગ ઓલવી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને કારણે તેની હાલત ખતરા ની બહાર હોવાનું જણાવ્યું છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બર્થ ડે પાર્ટી દરમિયાન રિતિકના મિત્રો પાસે ફાયર ગન હતા.

કેક કાપવાની સાથે જ બધા મિત્રોએ સ્પ્રે કરી દીધું હતું જેના કારણે અચાનક ફાયરિંગ બંદૂકના કારણે આગ ફાટી નીકળી હતી. આગ કાબુમાં મેળવ્યા બાદ તરત જ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટના બાદ દરેક લોકો ડરી ગયા છે અને એક નાની ભૂલ મોટી દુર્ઘટનામાં પણ ફેરવાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*