રાજકોટમાં પરિણીત મહિલાએ વિડીયો બનાવીને ઘઉંમાં નાખવાનો પાવડર ખાઈને સુસાઇડ કર્યું…જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

Rajkot, woman Suicide by making a video: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ(Rajkot Suicide) શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં બનેલી એક સોસાયટીની ઘટના સામે આવી રહે છે. લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી(Suicide) લીધું છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ અલ્પાબેન જસ્મીનભાઇ પરમાર હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. તેમને ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પીને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો.

પોલીસને સુસાઇડ નોટ પણ મળી.

ત્યારબાદ પરિવારના સભ્યો અલ્પાબેનને 108 ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અલ્પાબેનને ગોંડલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં અલ્પાબેનને વધુ સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે અલ્પાબેન સુસાઇડ કરતા પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો.

અલ્કાબેનની ફાઈલ તસવીર

અલ્પાબેન સુસાઇડ પહેલા વિડીયો બનાવીને કહ્યું હતું કે, “જસ્મીન ને હું નથી જોતી એટલે હું આ પગલું ભરું છું. જસ્મીન મને એવું કહે છે કે, તારી સામે મારી રાખેલ છે, તું શું કામમાં આવી, એટલે હું દવા પીને મરી જાઉં છું. બધા મારી છોકરીને સંભાળી લેજો. મને તાણ આવે છે ત્યારે સાસુ કહેતા કે તું ઢોંગ ધતિંગ કરે છો. જસ્મી ને મને એક વાત કરી છે કે તું જતી રહે પણ મારે ક્યાં જવું.”

અલ્કાબેને રડતા રડતા વીડિયો બનાવ્યો.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે પોલીસે મૃત્યુ પામેલા અલ્પાબેનનો મોબાઇલ તપાસ કર્યો ત્યારે તેમાંથી બે વિડીયો મળ્યા હતા. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર અલ્પાબેન ના લગ્ન જસ્મીન સાથે 11 વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં એક નવ વર્ષની દીકરી પણ છે.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અલ્પાબેન ના ભાઈ નયનભાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે તેમની બહેનના પતિ જસ્મીન, સસરા રમેશ, સાસુ સરોજબેન અને પ્રેમિકા પાયલ નું નામ આપ્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે સાસરિયાવાળો ભેગા મળીને અલ્પાબેન ને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

એટલું જ નહીં પરંતુ અલ્પાબેન ના પતિ જસ્મીન ભાઈ પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ પણ બાંધ્યા હતા. ત્યારબાદ જસ્મીન પોતાની પત્ની અલ્પાને અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો. આ બધાથી કંટાળીને અલ્પાબેનને ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર ખાઈ લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*