વડોદરામાં પ્રેમી-પંખીડાએ એક સાથે ઝેરી દવા પીને સુસાઈડનો પ્રયાસ કર્યો, પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત… સુસાઇડ પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

Vadodara, Love bird committed suicide: ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી સુસાઇડની(Suicide) ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરાના પાદરા તાલુકામાં(Padra Taluka) બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે પરિવારજનોએ લગ્ન કરવાની મંજૂરી ન આપતા પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લીધી(Love bird committed suicide by drinking poison) હતી. ત્યારબાદ સુસાઇડ કરનાર પ્રેમી પંખીડાને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ સારવાર દરમિયાન યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મૃતક સ્નેહાની ફાઈલ તસવીર.

યુવતીનું મોત થતા જ તેના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, યુવકે દીકરીને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું ઝેર પીધું છે. અમારે દીકરીના મોત માટે યુવાન જવાબદાર છે તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પાદરા પોલીસ સ્ટેશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરીને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને રાત્રે મળવા બોલાવી હતી, જ્યાં તેને થોડીક ઓછી માત્રામાં દવા પીધી અને મારી દીકરીને વધારે માત્રામાં દવા પીવડાવી દીધી હતી. અમે તો દીકરીને એની સાથે જવા દેવા માટે તૈયાર હતા, પરંતુ યુવકના માતા-પિતા છોકરી અમારા ઘરે નથી લાવી તેવું કહેતા હતા અને લગ્નની મનાઈ કરી દીધી હતી. મારી દીકરીના મોતના મામલે કાયદાકીય ન્યાય જોઈએ.

વિગતવાર વાત કરીએ તો પાદરા તાલુકાના લુણા ગામમાં 21 વર્ષનો આકાશ ચૌહાણ અને 18 વર્ષની સ્નેહા પઢિયાર વચ્ચે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. પ્રેમી આકાશ અને પ્રેમિકા સ્નેહા અવારનવાર બંનેને એકબીજાને મળતા અને મોબાઈલ ઉપર પણ વાત કરતા હતા. આ દરમિયાન બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને સુખી જીવન સાથે જીવવાનું નક્કી કર્યું હતું. પરંતુ સ્નેહા સગીર વયની હોવાના કારણે આકાશે પોતાના ઘરે સ્નેહા સાથે લગ્ન કરવાની વાત મૂકી ન હતી.

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો.

આ દરમિયાન સ્નેહા ની ઉંમર 18 વર્ષથી વટતા જ સ્નેહાએ આકાશને લગ્ન કરવા માટેનું જણાવ્યું હતું. આકાશ પણ સ્નેહા સાથે લગ્ન કરવા માગતો હતો. ત્યારબાદ આકાશે હિંમત કરીને સ્નેહા સાથે લગ્ન કરવાની વાત પોતાના પરિવારજનોને કરી હતી. આ વાત સાંભળીને આકાશનો પરિવાર ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ આકાશને જણાવ્યું હતું કે સ્નેહા આપણી જ્ઞાતિની નથી. આથી તેના ધારી સાથે લગ્ન શક્ય નથી. હવે પછી સ્નેહા સાથે લગ્ન કરવાની વાત ન કરતો.

ત્યારબાદ આકાશે આ બધી વાત સ્નેહાને કરી હતી. લગ્ન કરવાની મંજૂરી ન મળતા સ્નેહા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. ઉપરાંત આકાશ પણ ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. બંને ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને બંનેના લગ્ન શક્ય ન હતા, તેથી બંને ગામની સીમામાં જઈને ઝેરી દવા પી લીધી હતી. આ વાતની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ બંનેને સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ સારવાર દરમિયાન સ્નેહાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે આકાશની સારવાર હજુ પણ ચાલી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પાદરા પોલીસ એ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*