ઘરમાં રમતી વખતે ફૂલ જેવી દોઢ વર્ષની માસુમ દિકરી સાથે કંઈક એવી ઘટના બની કે… હોસ્પિટલમાં દીકરીને જોઈને ડોક્ટરની આંખોમાં પણ આંસુ આવી ગયા…

Chhatarpur, One and a half year old girl died: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માસુમ બાળકી સાથે કંઈક એવી ઘટના બની કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર માસુમ બાળકી(One and a half year old girl died) ઘરમાં રમતી હતી, ત્યારે તે પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી. આ વાતની જાણ થતા જ પરિવારના સભ્યો બાળકીને ગંભીર હાલતમાં જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. બાળકીનો ચહેરો જોઈને ડોક્ટરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. માત્ર દોઢ વર્ષની માસુમ બાળકીનું મોત થતા જ પરિવારના સભ્યો રડી રડીને અડધા થઈ ગયા છે. આ હચમચાવી દેનારી ઘટના છતરપુર માંથી સામે આવી રહે છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની દોઢ વર્ષની માસુમ બાળકી પ્રજ્ઞા યાદવ ઘરમાં રમતી હતી. પ્રજ્ઞા રમતા રમતા પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી. આ દરમિયાન બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. આ વાતની જાણ પરિવારના સભ્યોને થઈ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું.

ત્યારબાદ પરિવારના સભ્યો ઉતાવળમાં માસુમ દિકરીને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

દીકરીના મોતના કારણે માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*