મમ્મીએ ના પાડી છતાં પણ… દીકરો પોતાના મિત્ર સાથે નવી બુલેટ લઈને હરિદ્વાર જવા નીકળ્યો… રસ્તામાં યુવકોને ટ્રક ચાલકે કચડી નાખતા બંનેના મોત….

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે થોડાક દિવસો પહેલા બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઘટનાને લઈને વાત કરે તો 22 વર્ષના અભિષેક નામના વ્યક્તિએ પોતાની પસંદગીનું નવું બુલેટ ખરીદ્યું હતું.

પછી અભિષેકે નવું બુલેટ લઈને હરિદ્વાર જવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેની માતાએ તેને સમજાવ્યો કે, લાંબી મુસાફરી છે ગાડી લઈને ફરવા જવું જોઈએ. પરંતુ અભિષેક પોતાની માતાની વાત માન્યો નહીં અને તેને નક્કી કરી લીધું કે તે બુલેટ લઈને જ હરિદ્વાર જશે.

ત્યાર પછી અભિષેકે તેની દુકાન પર કામ કરતાં રાહુલને સાથે લઈ જવાનું નક્કી કર્યું. આ પછી બંને સવારે સાત વાગ્યાની આસપાસ હરિદ્વાર જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ બંને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિદ્વાર હાઈવે પર દિવાન સુગર મીલ પાસે પહોંચ્યા હતા.

આ દરમિયાન સામેથી આવતા એક ઝડપી ટ્રકે તેમની બાઈકને કચડી નાખી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં અભિષેક અને રાહુલનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના અટલી ભયંકર હતી કે ટક્કર થયા બાદ બાઈક અને ટ્રકમાં આગ લાગે ઉઠી હતી.

જેના કારણે અભિષેક અને રાહુલ આગમાં જીવતા સળગી ગયા હતા. પોલીસ અને આસપાસના લોકો મદદ માટે પહોંચે તે પહેલા તો બંનેનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બંને ઘરેથી નીકળ્યા અને પછી 20 મિનિટ બાદ આ અકસ્માતની ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*