The woman started dancing in the bank: સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે વિડિયો જોઈને આપણને ઘણીવાર હસવું પણ આવે છે. આવો જ એક વિડીયો મધ્યપ્રદેશમાંથી(Madhya Pradesh) સામે આવ્યો છે, જેમાં એક મહિલા શુક્રવારે લાડલી બહના માટે kyc કરાવવા માટે આરોનમાં સ્થિત SBI બ્રાન્ચ પહોંચી હતી. પરંતુ અચાનક તે લાઈન માંથી બહાર નીકળી ગઈ અને બેંક પરિસરમાં ગોળ ગોળ ફરવા(woman started dancing in the bank) લાગી.
આવી સ્થિતિમાં મહિલાના વાળ ખુલી ગયા અને થોડીવાર ફરયા પછી તે જમીન પર બેસી ગઈ અને તાળીઓ પાડવા લાગી. પછી તે બ્રાન્ચમાં અહીં તહી જતી વખતે રડવા લાગી, લોકોએ દાવો કર્યો હતો કે મહિલા પર કોઈ દેવી હતી જેના કારણે તે આવું વર્તન કરતી હતી. આ ક્લિપ ટ્વીટર યુઝર @Syedsho43211335 દ્વારા પાંચ જૂને કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવી છે.
બેંકમાં આધાર લિંક ન હોવાને કારણે ‘લાડલી બહેના’ યોજનામાં વિલંબને કારણે દેવીએ આવીને સરકારને શ્રાપ આપ્યો, આ સાથે તેણે એમ.પી કોંગ્રેસને પણ ટેગ કર્યા છે. આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી પોસ્ટ કરવામાં આવી રહી છે. 44 સેકન્ડની આ ક્લિપ માં જોઈ શકાય છે કે SBI બેંકની શાખામાં લાઈન લાગેલી છે અને આ દરમિયાન એક મહિલા લાઈન માંથી બહાર આવે છે.
તેના વાળ ખુલ્લા રાખીને અહીં ત્યાં નાચવા લાગે છે, અને ગોળ ગોળ ફરે છે. ડાન્સ કરતી વખતે તે અચાનક જમીન પર બેસી જાય છે અને જમીન પર હાથ પછાડે છે. આ પછી તે ઊઠે છે અને આખા કેમ્પસમાં ફરી ડાન્સ કરવા લાગે છે, એટલું જ નહીં તે બૂમો પાડતી અને કંઈક કહેતી જોવા મળે છે.
बैंक में आधार लिंक ना होने से लाडली बहना योजना में देरी होने से 😂😂 देवी आ गई और सरकार को श्राप दिया😂
मध्य प्रदेश कांग्रेस @INCIndia pic.twitter.com/3BvOtDLOEc— SYED SHOEB (@SyedSho43211335) June 5, 2023
પરંતુ મહિલાને આ બધું કરતી જોઈને બેંક કર્મચારીઓ અને અન્ય લોકો પણ કંઈ કરતા નથી. તેઓ પોતાના કામમાં વ્યસ્ત જણાય છે, ત્યાં હાજર એક વ્યક્તિ મહિલાનો વિડીયો બનાવે છે અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે. જેના કારણે આજે તેને અલગ અલગ એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment