એ…એ…આતો…ગઈ..! જૂનાગઢમાં પાઇપલાઇન નાખવા ખોદેલા 12 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Junagadh: ગુજરાત રાજ્યમાં હાલમાં ચારેય બાજુ વરસાદી માહોલ જામ્યો છે. આવા વરસાદી વાતાવરણમાં ભુવા પડવા એ હવે કોઈ નવી વાત નથી રહી. એકાદ અઠવાડિયા પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભુવા પડવાની ઘટના સામે આવી હતી. જેમાં એક ટાટા નેનો કાર ખાડામાં ખાબકી હતી.

આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદ પછી જૂનાગઢમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર 12 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. આ કાર ભુવામાં નહીં પરંતુ પાલિકાએ ખોદેલા ખાડામાં પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો જુનાગઢ જિલ્લાના ભૂતનાથ મંદિરની હાટકેશ હોસ્પિટલ સુધી મનપા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન 10 થી 12 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલતા કામના કારણે હાડકેશ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હેરાન પરેશાન થવું પડ્યું હતું.

ત્યારે પાણી પુરવઠા વિભાગની ભૂલના કારણે કોઈનો જીવ માંડ માંડ જતો જતો બચ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગટરનું કામ ચાલતું હતું, છતાં પણ ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારના બેરીકેટ કે રીબીન કે સાઈડ બોર્ડ મૂકવામાં આવ્યો ન હતું. જેના કારણે GJ 27 AA 7596 નંબરની કાર ખાડામાં ખાબકી હતી.

મળતી માહિતી અનુસાર કારચાલક દર્દીને લઈને હોસ્પિટલ આવેલા હતા, આ દરમિયાન કાર ઊંડા ખાડામાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ કારને ભારે નુકસાન થયું છે. સમગ્ર ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ HITACHI મશીન ની મદદ થી કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે એક કાર 12 ફૂટ ના ખાડામાં ખાબકી જાય છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*