Emotional viral video: આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા હશે કે લોકો પોતાનું પેટ ભરવા માટે કંઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. કહેવાય છે ને કે મજબૂરી વ્યક્તિને કંઈ પણ કરવા મજબૂર કરે છે, જ્યારે વ્યક્તિનું ખિસ્સું ખાલી હોય, પેટમાં ખોરાક ન હોય અને માથા પર છત ન હોય ત્યારે વ્યક્તિ ગમે તે હદે જઈને પૈસા કમાવા માટે મજબૂર બને છે.
ભલે તે ગમે તે ઉંમરનો હોય, તેણે પોતાનું અને તેના પરિવારનું પેટ ભરવા માટે કામ કરવું પડે છે. હાલમાં જ એક વૃદ્ધ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે 95 વર્ષના છે, પરંતુ તેમ છતાં તે પોતાનું પેટ ભરવા માટે એટલી મહેનત કરી રહ્યા છે કે તમારી આંખમાં આંસુ આવી જશે.ઈન્સટાગ્રામ યુઝર ઋત્વિક પાંડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક દાદા લગ્ન સમારોહમાં ઢોલ વગાડતા જોવા મળે છે, તેમની ઉંમર 95 વર્ષની છે. તેઓ પોતાનું પેટ ભરવા માટે આ ઉંમરે આટલી મહેનત કરીને પૈસા કમાય છે, વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્યારેક તે બધાની સામે ડ્રમ વગાડે છે તો ક્યારેક થાકીને જમીન પર બેસી જાય છે.
આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને તેને 1.7 કરોડ વ્યૂઝ મળ્યા છે, આ વિડીયો જોઈને લોકો દાદાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. ઋત્વિક પાંડેએ ફરી આ દાદા નો સંપર્ક કર્યો અને તેમનો ઇન્ટરવ્યૂ નો વિડીયો પોસ્ટ કર્યો જેને ચાલીસ હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. કોમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરતા ઋત્વિકે જણાવ્યું કે તે ગુજરાતનો છે અને આ દાદા પણ ત્યાંના છે અને ઇસ્લામના અનુયાયી છે. ઋત્વિક તેમને પૂછે છે કે તેઓ હજ કરી આવ્યા કે નહીં, તેમના પરિવાર સાથે પણ વાતો થઈ હતી.
View this post on Instagram
આ વિડિયો પછી ઋત્વિક બીજો વિડિયો પોસ્ટ કર્યો જેમાં તે કેટલાક સાથીઓ સાથે દાદાના ઘરે રાશન પહોંચાડતો જોવા મળે છે. તે તેમના માટે ખાવાનું અને અન્ય જરૂરી વસ્તુઓ લઈ જતા જોવા મળે છે, આ વીડિયોને 14 હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે અને ઘણા લોકો દાદાના ફોન નંબર અથવા બેંક અકાઉન્ટ ની વિગત માંગી રહ્યા છે જેથી કરીને તેઓ તેમની આર્થિક મદદ કરી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "95 વર્ષની ઉંમરે ઢોલ વગાડતા દાદાનો વિડીયો થયો વાયરલ, દાદાની મજબૂરી જોઈને આંખોમાં ઝળઝળિયા આવી જશે…જુઓ વાયરલ વિડિયો…"