સોશિયલ મીડિયા પર અવારનવાર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. સુરત(Surat) જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઇવે પર સતત અકસ્માતમના બનાવો બની રહ્યા છે. પૂર ઝડપે પસાર થઈ રહેલા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. ત્યારે ગત સ્ત્રીના સમયે વધુ એક અકસ્માતની ઘટના બની છે, રાત્રિના સમયે મૈયતમાં હાજરી આપી પરત આવી રહેલા પરિવારને સુરત જિલ્લાના માંગરોળ(demand) તાલુકાના પીપોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત નડ્યો હતો.
બાઈક પર સવાર દંપતી અને બાળક રોડ પર પડી ગયા હતા, સાત મહિનાના બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ખોપરીના બે ભાગ થઈ ગયા હતા. તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાઈ હતી, પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેર વિસ્તારમાં રહેતા જાકીર ભાઈ જેવો તેમની પત્ની સબનમબેન અને સાત મહિનાનો પુત્ર મહમદ ઉમર ઝાકીર મૌલાના સાથે બાઈક પર ભરૂચ ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે મૈયતમાં ગયા હતા. મૈયતમાંથી પરત આવી રહ્યા હતા એ દરમિયાન માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે પસાર થતાં નેશનલ હાઇવે બ્રિજ ઉતરતા જ તેમને અકસ્માત નડ્યો હતો. પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હકારી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર પરિવાર રોડ પર પટકાયો હતો.
જેમાં દંપતીને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે સાત માસનું બાળક મહમદ ઉમર ઝાકીર મોલાના ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ખોપરી ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ ને તેમજ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.
માં-બાપની નજરની સામે 7 મહિનાનો બાળક ટ્રકની નીચે ચુંદાઈ ગયો… જુઓ મોતનો કાળજુ કંપાવી દેનારો વિડિયો… pic.twitter.com/924TEjF17b
— GUJJU ROCKZ (@gujju_rockz) June 2, 2023
ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, બાળકના મૃતદેહને જોઈને હાજર લોકોના હાથ-પગ કંપી ઊઠ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ તપાસ કરી રહી છે, બનેલી ઘટનાને લઈને કામરેજ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પરેશ ટ્રેલરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું.
ગતરોજ રાત્રે કીમ વિસ્તારની 108 એમ્બ્યુલન્સ સાત મહિનાના બાળકને માથામાં ગંભીર ઈજા થયેલી હાલતમાં લાવી હતી. એ બાળકને અમારી ટીમ એ ચેક કરતા તેની ખોપરી બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. બાળક મરણ હાલતમાં હતું, આગળની કાનૂની કાર્યવાહી માટે સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment