અમરેલીમાં કાર અને JCB વચ્ચે ટક્કર થતા સર્જાયો દર્દનાક અકસ્માત, કારમાં સવાર ભાજપના સિનિયર નેતા વી.વી વઘાસિયાનું કરુણ મોત…’ઓમ શાંતિ’

અમરેલી(Amreli) જિલ્લામાં બનેલી એક ગંભીર અકસ્માતની(accident) ઘટના સામે આવી રહી છે. અમરેલી જિલ્લાના ભાજપના સિનિયર નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રીનું(Former Agriculture Minister) અકસ્માતમાં મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે સાવરકુંડલાના શેલણા વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં કારમાં સવાર ભાજપના(BJP) પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયા ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સાવરકુંડલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાની તપાસ કર્યા બાદ તેમને અમૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા જ ભાજપના કાર્યકરો, હોદ્દેદારો સહિત અગ્રણીઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા.

સમગ્ર બનાવની જાણ થતા સાવરકુંડલા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલા પથકના વી.વી વઘાસીયાની વાત કરીએ તો, તેમને સૌપ્રથમ આર.એસ.એસના કાર્યકરથી પોતાનો રાજકીય સફર શરૂ કર્યો હતો.

ત્યાર પછી તેઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના મહામંત્રી થી લઈને સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી ચૂક્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે વી.વી વઘાસિયાને અગાઉ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી તરીકે પણ સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી અને ભાજપના સંગઠનમાં તેઓ વર્ષો સુધી કામગીરી કરી ચૂક્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં તેમનું મોત થતા જ સાવરકુંડલા વિસ્તારમાં ભારે માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની કોઈપણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*