સાપને જોતા ભલભલા લોકોને હાલત ખરાબ થઈ જાય છે, તેવામાં અત્યારે એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રુવાટા ઉભા થઈ જશે. ખરેખર આ વિડીયો વિદેશનો હોય તેવું લાગી રહ્યું છે, આ વીડિયોની અંદર એવું જોવા મળી શકે છે એક યુવક તેના હાથથી ભયંકર કિંગ કોબરા ને પકડેલો જોવા મળી રહ્યો છે. આ વિડીયો થાઈલેન્ડ નો હોય તેવું જાણવા મળી રહ્યું છે,
વીડિયોની અંદર એક ભયંકર કિંગ કોબરા ક્રાબી માં પામ ના વાવેતર વિસ્તારની અંદર પ્રવેશવાની કોશિશ કરતો હતો. આ સિવાય તે ટાંકીમાં પણ સંતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જણાવી દઈએ તો આ કિંગ કોબ્રા સાપ લગભગ 14 ફૂટ લાંબો હતો. જેનો વિડીયો અત્યારે મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત આ કોબ્રા સાપ ની વજન ની વાત કરીએ તો 10 કિલો થી વધારે વજન હતું. તેમજ વીડિયોની અંદર જોઈ શકાય છે કે યુવક પહેલા સાપને ખુલ્લા રસ્તા ઉપર ફેરવે છે અને પછી તેને પકડવાનો પ્રયાસ કરે છે.
પરંતુ આ વ્યક્તિના નસીબ સારા હોવાને કારણે સાપ તેને ડંખ મારી શકતો નથી, ખુબ મોટો ફૂંફાડો મારી આ છતાં આ યુવકને કરડતો નથી. સારી વાત એ છે કે જ્યારે પણ ગુસ્સો થાય છે ત્યારે આ યુવક તેનાથી દૂર થાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ કેવી રીતે આ યુવક ની સામે ફેણ માંડે છે, એ જ સમયે આ વ્યક્તિ પણ તેની નજીક હોય તો તેને કરડી શકે છે.
સમગ્ર ઘટનાનો વિડીયો એક યુવક કે ફેસબુક પર શેર કર્યો છે, આ વીડિયોને તે વ્યક્તિ કિંગ કોબ્રાને પકડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો અત્યારે ફેસબુક ઉપર ઘણા બધા લોકોએ જોઈ લીધો છે. તેમજ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વખત સાપ તેનુ જડબું ખોલીને તે વ્યક્તિને કરડવાની કોશિશ કરી રહ્યો છે અને આગળ કૂદકો મારે છે.
કિંગ કોબ્રા સાપ એટલો બધો ખતરનાક હોય છે કે તેને કરડે એટલે માત્ર બે જ મિનિટમાં વ્યક્તિ મોતને ઘાટ ઉતરી જાય છે. તેને કારણે કિંગ કોબ્રા સાપથી હંમેશા દૂર રહેવાની લોકો સલાહ આપે છે, આટલા બધા ભયાનક સાપને આ વ્યક્તિ બિન્દાસ રીતે પકડી રહ્યો છે. પરંતુ થોડીવાર પછી પકડાઈ જાય છે અને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવે છે.
એવું જાણવા મળ્યું છે કે આ સાપ તેમાં તેમના જીવનસાથી ની શોધમાં આમતેમ ભટકતો હતો. કારણકે થોડા દિવસ પહેલાં સ્થાનિક લોકોએ એક કોબ્રાને મારી નાખ્યો હતો. કોબ્રા સાપ એ દુનિયાના સૌથી ઝેરી સાપ માંથી એક છે અને આ પ્રજાતિ મોટા ભાગે દક્ષિણ અને પૂર્વ એશિયામાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment