મિત્રો સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ વધી ગઈ છે. દેશમાં થતી મોટી ભાગની અકસ્માતની ઘટનાઓ ઓવર સ્પીડના કારણે બની રહે છે. ત્યારે આજે આપણે ચાર માર્ચના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ચાર માર્ચના રોજ બનેલી અકસ્માતની ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતની ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારચાલક 140ની સ્પીડે કાર ચલાવતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન અચાનક જ કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર રોડની સાઈડમાં પલટી ખાઈ જાય છે. અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના હરિયાણાના નારનૌલમાં બની હતી. ચાર માર્ચના રોજ નેશનલ હાઈવે પર જતી એક કાર વધારે સ્પીડના કારણે અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં સચિન નામના વ્યક્તિએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે મોહિત નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો મોહિતને સારવાર માટે જયપુર લઈ જતા હતા. આ દરમિયાન રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં આશિષ અને રવિ નામના વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રવિની સારવાર બાદ 10 માર્ચના રોજ તેને રજા આપી દેવામાં આવી હતી. આ પછી રવિએ કાર ચલાવનાર વ્યક્તિ સામે ફરિયાદ કરી છે.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે આશિષ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન મોહિત પોતાના મોબાઈલમાં આશિષના ડ્રાઇવિંગનો વિડીયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન કાર 140 ની સ્પીડમાં જતી નજરે પડી રહી છે.
140ની સ્પીડમાં જતી કારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, 2 યુવકોના કરુણ મોત… જુઓ ભયંકર અકસ્માતનો LIVE વિડિયો pic.twitter.com/GFxnBsiVvs
— GUJJU ROCKZ (@gujju_rockz) March 19, 2023
ત્યારે અચાનક જ કાર ચલાવનાર આશિષ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે. જેના કારણે કાર રોડની સાઈટમાં ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment