આણંદમાં શાંતિથી ઉભેલા આખલાની સળી કરવી ડોહાને ભારે પડી ગઈ, ગુસ્સામાં ભરાયેલા આખલાએ ડોહાને ખૂંદી નાખ્યો… જુઓ કાળજુ કંપાવી દેનારો વિડિયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અમુક વખતે તમે ઘણા એવા અળવીતરા લોકોને જોયા હશે. જેવો શાંતિથી ઉભેલા પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ આવા લોકોને અમુક વખત પ્રાણીઓની સળી કરવી ખૂબ જ ભારે પડી જતી હોય છે. ત્યારે આણંદ જિલ્લાના આંકલાવમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આણંદના આંકલાવમાં આખલાની તાકાતનાં પારખાં કરવા ગયેલા વ્યક્તિને રસ્તા પર  રગદોળી નાખ્યો, જુઓ VIDEO | A person who went to test the strength of a bull  in Anand's excitement was thrown on

અહીં રસ્તા ઉપર શાંતિથી ઉભેલા આખલાની સળી કરવી એક વૃદ્ધ વ્યક્તિને ભારે પડી જાય છે. વૃદ્ધ વ્યક્તિ આખલાની સળી કરીને આખલાની સામે રોડ ઉપર સૂઈ જાય છે. આ દરમિયાન આખલાને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે રસ્તા પર સૂતેલા વૃદ્ધ વ્યક્તિને ખૂંદી નાખે છે. આ હચમચાવી દેનારી ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સદનસીબે વૃદ્ધ વ્યક્તિને આ ઘટનામાં ગંભીર ઈજા પહોંચી નથી. મિત્રો ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ આટલો વધી રહ્યો છે કે રસ્તા ઉપર લોકો આખલાને જોઈને તેનાથી 100 ફૂટ દૂર ચાલતા હોય છે. પરંતુ આણંદમાં એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા ઉપર શાંતિથી ઉભેલા આખલાની સળી કરે છે. સૌપ્રથમ વૃદ્ધ વ્યક્તિ આખલાના માથા સાથે પોતાનું માથું અડાડવાનો પ્રયાસ કરે છે.

ત્યાર પછી શાંતિથી ઉભેલા આખલાની સામે સુઈ જાય છે. આ દરમિયાન આખલો વૃદ્ધ વ્યક્તિ ઉપર પ્રહાર કરી દે છે. આખલો રોજ વ્યક્તિને મન ફાવે તેમ ખુદી નાખે છે. ત્યાર પછી તો વૃદ્ધ વ્યક્તિને ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગવું પડે છે. સદનસીબે વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી દૂર થઈ ગયા આ કારણોસર તેનો જીવ બચી ગયો છે.

આ સમગ્ર દ્રશ્યો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા પણ નજરે પડી રહ્યા છે.

રખડતા આખલાની ત્રાસની એક ઘટના બનાસકાંઠાના ધાનેરમાં પણ બની હતી. અહીં જાહેરમાં બે આંકડાઓ સામ સામે આવતા બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને બંને મળીને એક પાણીપુરીની લારી ને ઉંધી વાળી દીધી હતી. જેના કારણે પાણીપુરીની રેગડી ચલાવતા વ્યક્તિને પણ સારું એવું નુકસાન ભોગવવું પડ્યું છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*