મિત્રો હાલમાં એક ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરણી સેનાના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજના કોહિનૂર ગણાતા લોકેન્દ્ર સિંહ કાલવીનું અવસાન થયું છે. આ વાતના સમાચાર મળતા જ સમગ્ર રાજપૂત સમાજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
સોમવારના રોજ રાત્રિના સમયે જયપુરની SMS હોસ્પિટલમાં લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન થયું છે. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
જાણવા મળી રહ્યું છે કે ગયા વર્ષે 12 જૂનના રોજ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી. લાંબા સમય સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત પહોંચ્યા હતા. પરંતુ ચાર માર્ચના રોજ અચાનક જ તેમની તબિયત બગડવા લાગી હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આજરોજ બપોરે 2.15 કલાકે નાગૌરના કાલવી ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે લોકેન્દ્ર સિંહ જ્યારે જોધા અકબર ફિલ્મ આવ્યું ત્યારે આ ફિલ્મના વિરુદ્ધમાં પ્રચાર કરીને તેઓ ચર્ચામાં આવ્યા હતા.
ત્યાર પછી ફિલ્મ પદ્માવતનો પણ તેમને વિરોધ કર્યો હતો અને તેઓ રાષ્ટ્રીય સ્તરે ઓળખમાં આવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે લોકેન્દ્ર સિંહના કાલવીના પિતા કલ્યાણસિંહ કાલવી પણ રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. લોકેન્દ્ર સિંહ કાલવી નાગૌરથી લોકસભા માટે લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા.
Rajput Karni Sena founder Lokendra Singh Kalvi passed away last night at Jaipur’s Sawai Man Singh (SMS) Hospital. He was undergoing treatment in the hospital since June 2022 after suffering from a brain stroke: Dr Achal Sharma, Superintendent, SMS Hospital
(File pic) pic.twitter.com/X9GogQt3ho
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 14, 2023
આ ઉપરાંત 1998 માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે બાડમેર થી સાંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ રાજય થયા હતા. 2003માં તેઓએ કેટલાક રાજપૂત નેતાઓ સાથે મળીને સામાજિક ન્યાય મંચની રચના કરી ઉચ્ચ જાતિઓ માટે અનામત માટેનું અભિયાન શરૂ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment