છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં બેકાબુ વાહન ચાલકો મૂંગા પ્રાણીઓને કચડી નાખતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર્ય સૌપ્રથમ રોડની કિનારે ઉભેલા ત્રણથી ચાર લોકોને ટક્કર લગાવી હતી.
ત્યાર પછી કાર ચાલકે વાછરડાને જોરદાર ટક્કર લગાવી હતી. કારચાલક 20 ફૂટ સુધી વાછરડાને ઘસડીને લઈ ગયો હતો. અંતમાં કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બિચારું વાછરડું કાર અને ઝાડની વચ્ચે ચેપાઈ ગયું હતું. આ કારણોસર વાછરડાનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના કોટામાં મંગળવારના રોજ બની હતી. અહીં સાંજના પાંચ છ વાગ્યાની આસપાસ એક ઝડપી કાર કોટાથી બાપવર તરફ જઈ રહી હતી. આ દરમિયાન કારમાં બે લોકો સવાર હતા. ત્યારે રસ્તામાં અચાનક જ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના કારણે બેકાબુ બનેલી કાર સૌ પ્રથમ રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને ટક્કર લગાવે છે અને ત્યારબાદ ગાયના વાછરડાને જોરદાર ટક્કર લગાવે છે. કારચાલકની બેદરકારીના કારણે માસુમ વાછરડાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતના ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાર ચાલકે ઘણા લોકોને ટક્કર લગાવી છે. જેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. અકસ્માતની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઝડપી કાર ચાલક રસ્તા પર ઉભેલા વાછરડાને 20 ફૂટ સુધી ઘસડી ગયો, વાછરડાનું રિબાઈ રિબાઈને મોત… હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો… pic.twitter.com/700LaKfvSl
— GUJJU ROCKZ (@gujju_rockz) March 9, 2023
અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ઝડપી કાર વાછરડાને જોરદાર ટક્કર લગાવીને ઝાડ સાથે અથડાય છે. ઝાડ અને કારની વચ્ચે દબાઈ જવાના કારણે વાછરડું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. આ કારણોસર તેનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment