સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા કૂતરાઓના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ખાસ કરીને રખડતા કૂતરાઓ માસુમ બાળકોને પોતાનો શિકાર બનાવે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રખડતા કૂતરાઓએ એક માસુમ બાળકને ફાડી ખાધો છે.
સદનસીબે આ ઘટનામાં બાળકને વધારે પડતી ગંભીર ઈજા પહોંચી નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના પ્રતાપગઢ માંથી સામે આવી રહી છે.
ઘરની બહાર રમતા બાળક ઉપર બે રખડતા કુતરાઓએ જીવલેણ પ્રહાર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 9 ફેબ્રુઆરીના રોજ બની હતી. પરંતુ ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો હાઉસિંગ બોર્ડ કોલોની માં રહેતા અખિલેશ પાટીદારના ચાર વર્ષનો દીકરો ચેતન ઘરની બહાર રમી રહ્યો હતો.
ત્યારે રખડતા કૂતરાએ તેના ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે બે કુતરાઓ રસ્તા ઉપર શાંતિથી બેઠેલા જોવા મળી રહ્યા છે. જ્યારે ચાર વર્ષનો ચેતન ત્યાંથી પસાર થાય છે. ત્યારે બંને કુતરામાંથી એક કુતરુ તેના ઉપર પ્રહાર કરે છે. ત્યારબાદ બંને વારાફરતી ચેતનને બચકા ભરવા લાગે છે.
જેના કારણે ચેતન એ બૂમાબૂબ કરી હતી. દીકરાની બુમબુમાં સાંભળીને પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ કુતરાઓના મોઢામાંથી પોતાના દીકરાને છોડાવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ચેતન અને પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને કૂતરાનું કહેવું છે કે, આ ઘટનાનો એક મહિનાનો સમય વીતી ગયો છે.
ઘરની બહાર રમતા માસુમ બાળકને 2 રખડતા કૂતરાઓએ ફાડી ખાધી, બાળકની એવી હાલત કરી નાખી કે… હિંમત હોય તો જ વિડિયો જોજો… pic.twitter.com/OEIyhEh6ZS
— GUJJU ROCKZ (@gujju_rockz) March 7, 2023
ત્યારે આજે પણ તેમનો દીકરો ચેતન કૂતરાનો અવાજ સાંભળીને ખૂબ જ ડરી જાય છે. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મિત્રો આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓ સાંભળી હશે. જેમાં રખડતા કૂતરાઓએ માસુમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment