મિત્રો તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જે જોઈને ભલભલા લોકો ચોકી ઉઠતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જેક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં ડોક્ટરે એક મહિલાના મોઢામાંથી કંઈક એવી વસ્તુ બહાર કાઢી કે વિડીયો જોઈને તમને પણ ચીથરી ચડશે. મિત્રો તમને બધાને ખબર છે કે સાપ એક ખતરનાક જીવ છે. સાપ ગમે ત્યારે ગમે ત્યાં છુપાઈ શકે છે. ખાસ કરીને સાપ કપડામમાં, બુટમાં, કબાટ અને ઘરના ખૂણા જે વસ્તુમાં છુપાઈને બેઠા હોય છે. પરંતુ આ વખતે તો સાપે હદ જ વટાવી દીધી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે 4 ફૂટનો લાંબો સાપ એક મહિલાના પેટની અંદર ઘૂસી ગયો હતો. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા જ્યારે ઊંઘમાં સૂતી હતી. ત્યારે તેના મોઢામાં ચાર ફૂટ લાંબો સાફ ઘૂસી ગયો હતો. આ ઘટનાનો વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર @FascinateFilx નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલાના મોઢામાંથી ડોક્ટર સાપને બહાર કાઢી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા સૂતેલી છે અને ડોક્ટર તેના મોઢામાંથી ચાર ફૂટ લાંબો સાપ બહાર કાઢે છે. ખતરનાક સાપને જોઈને ડોક્ટર પણ ખૂબ જ ડરી જાય છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં 19 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજા વાળા લોકોને પણ પરસેવો વળી ગયો છે.
આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતો નથી. વાયરલ થયેલો વીડિયો જોઈને દરેક લોકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે સાપ મહિલાના પેટમાં કેવી રીતે ગયો હશે? અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે સાપ જ્યારે મહિલાના મોઢામાંથી પેટમાં ગયો ત્યારે તેને કંઈ ખબર જ ન હતી.
Medics pull 4ft snake from woman’s mouth after it slithered down there while she slept. pic.twitter.com/oHaJShZT3R
— Fascinating Footage (@FascinateFlix) November 12, 2022
સુત્રો અનુસાર જાણવા મળી રહ્યો છે કે આ ઘટના આશરે બે વર્ષ જૂની છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રશિયામાં બની હતી. અહીં ગાઢ નિંદ્રામાં સુતેલી એક મહિલાના મોઢામાંથી સાત તેના પેટમાં ઘૂસી ગયો હતો. ત્યાર પછી મહિલાની તબિયત બગાડતા તે ડોક્ટર પાસે ગઈ હતી અને ડોક્ટરે ભારે મહેનત બાદ મહિલાના મોઢામાંથી ચાર ફૂટ લાંબો સાપ બહાર કાઢ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment