સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. સુરતમાં એક પાંચ વર્ષની બાળકી રમતા રમતા કંઈક એવી વસ્તુ ગળી ગઈ કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ત્યારબાદ પરિવારના લોકો દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીના ગળામાં ફસાયેલી વસ્તુ બહાર કાઢવામાં આવી હતી.
ગળામાં ફસાયેલી વસ્તુ બહાર નીકળ્યા બાદ પરિવારના સભ્યોએ અને ડોક્ટરે રાહતનો શ્વાસ લીધો હતો. દીકરીના ગળામાં ફસાયેલી વસ્તુ બહાર કાઢવામાં ડોક્ટરને પણ પરસેવો વળી ગયો હતો. મળતી માહિતી અનુસાર ઓપરેશન કરી દૂરબીનની મદદ થી એક કલાકથી વધારે સમય બાદ દીકરીના ગળામાં ફસાયેલી વસ્તુ બહાર કાઢવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો પાંચ વર્ષની દીકરી રમતા રમતા વીંટી ગળી ગઈ હતી. વીટી ગળી જતા જ પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને દીકરીને હોસ્પિટલ લઈને આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીના ગળામાં ફસાયેલી વીટી બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ નામના વ્યક્તિની પાંચ વર્ષની દીકરી મનસ્વી મંગળવારના રોજ ઘરમાં રમતી હતી.
રમતા રમતા દીકરી પોતાના જમણા હાથની આંગળીમાં રહેલી તાંબાની વીંટી મોઢામાં નાખે છે. આ દરમિયાન અચાનક જ દીકરી તાંબાની વીંટી ગળી ગઈ હતી અને પછી તેને દળવામાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ દીકરી એ વીંટી ગળી ગઈ છે તે વાતની જાણ પરિવારજનોને કરી હતી. આ વાતની જાણ થતા જ પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યારબાદ હોસ્પિટલમાં દીકરીના એક્સરે કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે દીકરીના અન્નનળીમાં વીટી ફસાઈ ગઈ છે. વીટી ફસાઈ જવાના કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ ડોક્ટર બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં બાળકીનું ઓપરેશન કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ઓપરેશનમાં સિવિલ હોસ્પિટલના સર્જન અને ઈએનટી ડોક્ટરની સ્પેશિયલ ટીમ કામમાં લાગી ગઈ હતી.
લગભગ એક કલાકની મહેનત બાદ બાળકીના શ્વાસનળીમાં ફસાયેલી વીટી બહાર કાઢવામાં આવી હતી અને બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. વીટી નીકળ્યા બાદ પરિવારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દૂરબીનની મદદથી ડોક્ટર હોય યોગ્ય સમયે ઓપરેશન કરીને બાળકીના ગળામાંથી વીંટી બહાર કાઢી હતી. આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. દરેક માતા પિતાને એક સલાહ આપીએ છીએ કે નાના બાળકોની આસપાસ કોઈ દિવસ એવી વસ્તુ ન મુકતા કે જે તે ગળી જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment