આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! રમકડાની જેમ ઝડપી કાર 3 થી 4 ગોથા ખાઈ ગઈ… જુઓ ધ્રુજાવી દે તેવો અકસ્માતનો વિડીયો…

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં ધ્રુજાવી દે તેવી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઝડપી કાર અચાનક જ બેકાબુ બનતા ત્રણ થી ચાર વખત ગોથા ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક ચોકીદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ચોકીદાર રસ્તા ઉપર ચાલીને જતો હતો. ત્યારે ઝડપી કારે તેને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મૃત્યુ થયું હતું.

આ ગંભીર અકસ્માતની ઘટના હરિયાણાના રોહતકમાં બની છે. ઘટનામાં મૃત્યુ પામેલા ચોકીદાર નું નામ શિવ રંજન હતું અને તેની ઉંમર 45 વર્ષની હતી. સોમવારના રોજ શિવ રંજન સાથે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જાણવા મળી રહ્યું છે કે સોમવારના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ ચોકીદાર શિવરંજન પોતાની ઓફિસમાંથી બહાર નીકળીને રોડ ઉપર ગયા હતા.

આ દરમિયાન એક ઝડપી કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. શિવ રંજન નેશનલ હાઈવે- 9ના રોડની બાજુમાં ચાલતા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી ઝડપી કાર્ય તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ત્યારબાદ 3 થી 4 વખત પલટી ખાઈ ગઈ હતી. ખૂબ જ બેદરકારીપૂર્વક કાર ચાલક કાર ચલાવી રહ્યો હતો. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતની ઘટનામાં શિવરંજન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત કારમાં સવાર ત્રણ થી ચાર યુવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં સારવાર દરમિયાન શિવરંજન નું કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*